Western Times News

Gujarati News

‘કિલ’ના ડાયરેક્ટર નિખિલ સાથે હોલિવૂડના યુનિવર્સલ સ્ટુડિયોએ હાથ મિલાવ્યા

ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ તૈયાર થઈ રહી છે

ફિલ્મમાં હોલિવૂડના ટોચના એક્ટર્સને લેવાની સ્ટુડિયોની ઈચ્છા છે અને કાસ્ટ અંગે વિચારણા ચાલી રહી છે

મુંબઈ,કરણ જોહર અને ગુનિત મોંગના પ્રોડક્શનમાં તૈયાર થયેલી એક્શન થ્રિલર ‘લક્ષ્ય’ના ખૂબ વખાણ થયા હતા. નિખલ ભટના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મે અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રશંસા મેળવી હતી અને બોક્સઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું. ‘કિલ’ની સફળતા પછી નિખિલ ભટ સાથે કામ કરવા બોલિવૂડ અને સાઉથના ઘણાં એક્ટર્સ થનગની રહ્યા હતા.

‘કિલ’માં નિખિલના યોગદાનની નોંધ ભારત ઉપરાંત વિદેશોમાં પણ લેવાઈ હતી, જેના કારણે હોલિવૂડના પ્રખ્યાત યુનિવર્સિલ સ્ટુડિયોએ નિખિલ સાથે મલ્ટિ સ્ટાર, બિગ બજેટ ફિલ્મ બનાવવાનું આયોજન કર્યું છે. હોલિવૂડના અગ્રણી પ્રોડક્શન હાઉસ યુનિવર્સલ સ્યુડિયોના હેડ સાથે નિખલ ભટની મીટિંગ્સ થઈ હતી અને આખરે સ્ટુડિયો દ્વારા નિખલ ભટને ફિલ્મ ઓફર કરવામાં આવી છે.

આ ફિલ્મ સાથે નિખિલ ગ્લોબલ એક્શન ફિલ્મમાં ડેબ્યુ કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ તૈયાર થઈ રહી છે, પરંતુ દિલધડક એક્શન સાથે ભવ્ય ફિલ્મ બનાવવાનું આયોજન છે. નિખિલની કરિયરમાં આ સૌથી મોટો પ્રોજેક્ટ છે અને આયોજન મુજબ કામ આગળ વધ્યું તો વિશ્વના જાણીતા ડાયરેક્ટર્સમાં નિખિલ ભટને સ્થાન મળશે.

ફિલ્મમાં હોલિવૂડના ટોચના એક્ટર્સને લેવાની સ્ટુડિયોની ઈચ્છા છે અને કાસ્ટ અંગે વિચારણા ચાલી રહી છે. ગ્લોબલ સ્ટાર્સને ધ્યાનમાં રાખીને જ સ્ક્રિપ્ટ બની રહી છે અને તેમાં હોલિવૂડના જાણીતા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મની સ્ક્રિપ્ટ કે કાસ્ટ અંગેની વિગતો હજુ બહાર આવી નથી. જો કે ૨૦૨૬માં તેને ફ્લોર પર લઈ જવાનું આયોજન છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.