Western Times News

Gujarati News

અંદાજે ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો રાજ્યમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં જપ્ત કરાયો

AI Image

ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા  જથ્થામાં મુખ્યત્વે ઘીપામ ઓઈલ અને કુકીંગ મીડિયમ સામેલ

       રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં વિવિધ જિલ્લાઓમાં નિયમિત તપાસ ઉપરાંત ૧૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા કુલ ૨૮ નમૂનાઓ લઈને અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરવામાં આવેલા જથ્થામાં મુખ્યત્વે ઘીપામ ઓઈલકૂકિંગ મીડિયમ અને ચાંદીના વરખનો સમાવેશ થાય છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ભેળસેળયુક્ત-ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાંપવિત્ર શ્રાવણ માસ દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ફરાળી ખાદ્યચીજો મળે તે હેતુથી તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં વિવિધ સ્થળોએથી ૭૭૪ નમૂનાઓ લઈને અંદાજિત રૂ. ૧.૭૭ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૪૬૮ પેઢીઓની રૂબરૂ તપાસ થકી ૧૨ ટન જથ્થો જપ્ત કરવાની સાથે ૩૨ કિલોગ્રામ જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો.

કમિશનરશ્રીએ ઉમેર્યું કેગુજરાતના નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળે તે માટે તંત્ર સતત કાર્યરત છે. જે અન્વયે તંત્ર દ્વારા સમગ્ર માસ દરમિયાન જુદી જુદી ટીમ બનાવીને સુરતઅમદાવાદબનાસકાંઠા અને મહેસાણા જિલ્લા સહિત વિવિધ જગ્યાએ દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંતર્ગત સુરતના એસ.આર.કે. ડેરી ફાર્મ ખાતેથી ઘીના ત્રણ અને એક બટરનો નમૂનો લેવામાં આવ્યો હતો તેમજ અંદાજે રૂ. ૬૫ લાખનો ૧૦ ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે પૈકી ઘીના ત્રણ નમૂનાઓ લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા સુરતની શ્યામ એન્ટરપ્રાઈઝ ખાતે રૂ. ૬૨ હજારનો ૨૦૮ કિ.ગ્રા. વેજ ફેટ સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

તેવી જ રીતે અમદાવાદના ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ્સ ખાતેથી રૂ. ૨.૭૫ લાખનો ૪૪૮ કિ.ગ્રા. ઘીનો જથ્થો તેમજ મહાદેવ ડેરી ખાતેથી અંદાજે રૂ. ૧૦ લાખનો ૧૧ ટન ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતોજે બાદમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. તદુપરાંત શિવમ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝબાકરોલ-બુજરંગતા. દસક્રોઈમાંથી રૂ. ૭.૪૮ લાખનો ૫ ટન પામ ઓઈલ તેમજ પેઢી કેદાર ટ્રેડિંગ કંપનીદસક્રોઈ ખાતેથી રૂ. ૬.૫ લાખનો ૨.૭ ટન પામ ઓઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

વધુમાંહેપ્પી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝછત્રાલ ખાતેથી રૂ. ૧૬ લાખનો ૧૧ ટન આર.બી.ડી. પામ ઓઈલ તેમજ ફૂડ સર્વિસ નેટવર્કબિડજખેડા ખાતેથી રૂ. ૭ લાખનો ૧.૭ ટન ટપન કુકીંગ મીડિયમ ૧ લિટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તદુપરાંત બનાસકાંઠા જિલ્લાની સુરભી ટ્રેડર્સવાવ અને તાસ્વી માર્કેટીંગ એન્‍ડ ડેરી પ્રોડકટસડીસા ખાતેથી રૂ. ૫.૬૦ લાખનો ૮૨૪ કિ.ગ્રા. શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે મહેસાણાના વિજાપુર ખાતે આવેલી મે. ડીવાઇન ફુડમાં રેડ કરીને રૂ. ૧.૩૦ લાખનો ૬૪૯ કિ.ગ્રા. પનીર તેમજ અંદાજે રૂ. ૩૨ હજારથી વધુનો ૨૩૮ કિ.ગ્રા. રિફાઈન્ડ પામોલીન ઓઈલ જપ્ત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતીતેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.