જોધપુર વોર્ડમાં IOC પેટ્રોલપંપથી ડી-માર્ટ સુધીના માર્ગનું ‘સ્વ. પિનાકિન સી. મહેતા માર્ગ’ નામાભિધાન કરાયું

મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના હસ્તે તખ્તી અનાવરણ કરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ પશ્રિમ ઝોનના જોધપુર વોર્ડમાં આઈ.ઓ.સી. પેટ્રોલપંપથી ડી-માર્ટ સુધીના માર્ગનું ‘સ્વ. પિનાકિન સી. મહેતા માર્ગ’ નામાભિધાન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના હસ્તે માર્ગ નામાભિધાનની તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પદ્મ શ્રી ડો.ચંદ્રકાંત મહેતા કે જેઓ લેખક અને પત્રકાર છે તેમના પુત્ર સ્વ. શ્રી પિનાકિન મહેતા જે ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ હતા તેમના પરથી આ માર્ગને ‘સ્વ. પિનાકિન સી. મહેતા માર્ગ’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, પદ્મશ્રી અને વરિષ્ઠ પત્રકાર શ્રી ડો.ચંદ્રકાંત મહેતા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, મ્યુનિ. સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી સહિતના પદાધિકારીઓ અને શ્રી ચંદ્રકાંત મહેતાના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.