Western Times News

Gujarati News

કોલ્ડ વોર કે કોઈપણ પ્રકારની ધમકી સહન કરીશુ નહીંઃ ટ્રમ્પને જિનપિંગનો કડક મેસેજ

(એજન્સી)તિયાનજિન, ચીનના તિયાનજિન શહેરમાં આયોજિત SCO શિખર સંમેલનમાં વિશ્વના અનેક નેતાઓનો જમાવડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ એક જ મંચ પર જોવા મળતાં અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. આ SCO મંચ પરથી ચીનના પ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પને આકરો સંદેશ આપ્યો છે.

શી જિનપિંગે સ્પષ્ટતા કરી છે કે, હવે કોલ્ડ વાર કે કોઈપણ પ્રકારની ધમકી સહન કરીશુ નહીં. SCOના તમામ સભ્યો સંયુક્ત હિતો પર કામ કરવા અપીલ છે. શાંઘાઈ સહયોગ સંગઠનના તમામ સભ્યોએ આ સંગઠનના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે તેની ગણતરી વિશ્વના ટોચના સંગઠનોમાં થાય છે. અમે કોલ્ડવારની માનસિકતાનો વિરોધ કરીશું. અથડામણ અને ધમકીઓનું અહીં કોઈ સ્થાન નથી.

અમેરિકાના ટેરિફ નીતિના કારણે વૈશ્વિક પરિસ્થિતિ અસ્થિર અને અશાંત બની છે.  એસસીઓ દેશોએ અમેરિકાની આ ગુંડાગીરી સહન કરવી જોઈએ નહીં. બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ કરવો જોઈએ અને તમામ દેશોના કાયદેસર વિકાસ માટેના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ. તેમણે યુનાઈટેડ નેશન્સની ભૂમિકાનું રક્ષણ  તેમજ વૈશ્વિક વેપાર પ્રણાલીની અખંડિતતા જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્્યો હતો.

ચીનના પ્રમુખે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને વખોડી હતી. તેમણે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યો છે. ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર પણ ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટની શરૂઆત  કરતાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં અમેરિકાના “ગુંડાગીરી”ના વલણની આકરી ટીકા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.