AMC દબાણ ખાતામાં કામ કરતાં કર્મચારીઓમાં ફફડાટ કેમ ફેલાઈ ગયો?

file
લારીગલ્લાં ‘ગૂમ’ થતાં હોવાથી દબાણનાં ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવાશે -AMC એ કબજે કરેલા લારી ગલ્લાં ગોડાઉનમાંથી ગુમ થઈ જાય છો
(એજન્સી)અમદાવાદ, મ્યુનિ.ના ભ્રષ્ટાચારી ગણાતા એસ્ટેટ ખાતાનો દબાણો વિભાગને રહેમનજર હેઠળ શહેરનાં લગભગ તમામ રસ્તા પરલારી ગલ્લા સહીતનાં વિવિધ પ્રકારનાં દબાણો ટ્રાફીકજામની સમસ્યા વકરાવી રહયાં છે. તેની ગંભીર નોધ લેતાં મ્યુનિ. કમીશ્નરે દબાણનાં ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુનિ. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સાત ઝોનનાં ૪૮ વોર્ડમાં લગભગ કોઈ રસ્તો એવો નહી હોય જયાં ચ્હાની કીટલીઓ, પાનનાં ગલ્લા, ખાણીપીણીની લારીઓ શાકભાજી ફળયળાદીની લારી જેવા જાતજાતના દબાણો જોવા નહી મળતાં હોય આ તમામ પ્રકારનાં દબાણ કરનારા મહદઅંશે ફુટપાથ અને રોડ પર અડીગો જમાવી દેતાં હોય છે. તેના કારણે રાહદારીઓને અને રોડ સાંકડો થતાં વાહનચાલકોને હેરાનગતિ વેઠવી પડતી હોય છે.
મ્યુનિ.ના સાત ઝોનમાં રોડ ઉપરનાં લારીગલ્લા સહીતના દબાણો હટાવવા માટે એસ્ટેટ ખાતામાં અલગથી દબાણ હટાવ વિભાગકાર્યરત છે. પરંતુ આ દબાણ વિભાગના અધિકારીથી માડીને મંજુરો લારીગલ્લાવાળા પાસેથી હપ્તા ઉઘરાવવા સિવાયકોઈ કામ કરતા નથી. તે સત્ય હકીકત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મ્યુનિ.કમીશ્નર બંછાનીધી પાની જુદાજુદા વિસ્તારોમાં ટાઉન પર નીકળે છે.
ત્યારે તેમને લારીગલ્લાનાં દબાણો વધી ગયાં હોવાનું લાગ્યું છે. અને તેમણે એસ્ટેટ ખાતાને આડે હાથે લેતાં દરેક ઝોનમાં જે રોડ ઉપરથી લારીગલ્લા ઉપાડવામાં આવે છે. તેનું રજીસ્ટર નિભાવવામાં આવે છે. નહી તેની તપાસ કરવા માટે ડે.કમીશ્નરનો સુચના આપી હતી.
તેમજ છેલ્લા મહીનામાં કેટલા લારીગલ્લા ઉપાડવામાં આવ્યા અને કેટલા પરત કરવામાં આવ્યા તેનો રીપોર્ટ રજુ કરવાની તાકીદ કરી હતી. જાહેર માર્ગો ઉપર દબાણ કરતાં લારીગલ્લા ઉપાડયા બાદ ૯૦ દિવસ સુધી લારીગલ્લા નહીછોડવા અને ફરીથી લારીગલ્લા પકડાય તો ડબલ દીવસો સુધી નહી છોડવાની સુચના કમીશ્નરને આપી છે.
રોડ ઉપરથી ઉપાડાતા લારીગલ્લા મ્યુનિ. નાં પ્લોટમાં દબાણના ગોડાઉનમાંથી લારીગલ્લા કટકી કરીને પરત કરી દેવા સહીતની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાદવા માટે કમીશ્નરે દબાણનાં ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવાની આદેશ કર્યો છે. તેની સાથે સાથે છેલ્લાએક બે મહીનામાં દરેક ઝોનમાં કેટલા લારીગલ્લા પકડાયા અને કેટલા છોડવામાં આવ્યા તેની વીજીલન્સ ખાતાને તપાસ કરવાનો આદેશ કર્યો છે.
મ્યુનિ.કમીશ્નરનાં વિજીલન્સ ખાતાને તપાસ કરવાનો આદેશ કર્યો છે. મ્યુનિ.કમીશ્નરનાં વિવિધ આદેશને પગલે ડે.એસ્ટેટ ઓફીસરો તેમજ દબાણ ખાતામાં કામ કરતાં અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.