મરાઠા અનામત આંદોલનકારીઓને મુંબઈના રસ્તાઓ ખાલી કરાવવા સરકારને આદેશ

મુંબઈ, મહારાષ્ટ્રમાં મનોજ જરાંગેના નેતૃત્વમાં મરાઠા અનામત આંદોલન પર બોમ્બે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે આંદોલનકારીઓને ફટકાર લગાવીને આદેશ આપ્યો કે આઝાદ મેદાનને છોડીને મુંબઈના તમામ રોડ મંગળવારે બપોર સુધી ખાલી કરો.
હાઇકોર્ટના જસ્ટિસ રવીન્દ્ર ધુગે અને જસ્ટિસ ગૌતમ અનખડની બેન્ચે કહ્યું કે વિરોધ પ્રદર્શન શાંતિ પૂર્ણ નથી. હાઈકોર્ટની બિલ્ડિગનો ઘેરાવો કરી લીધો છે. જજો અને વકીલોના પ્રવેશદ્વાર બંધ પણ છે. આજે તો હાઈકોર્ટના જજોની કારને રોકીને તેમને કોર્ટમાં આવવાથી રોકવામાં આવ્યા. મુંબઈ શહેરની ગતિવિધિ લગભગ ઠપ્પ થઈ ગઈ છે. સામાન્ય માનવીનું જીવન રાબેતાપ્રમાણે કરવું જરુરી છે.
શહેરને રોકી શકાય નહીં. ગણેશ ઉત્સવ પણ છે. મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં રોડ-રસ્તાઓ ખાલી કરાવવામાં આવે. આ સાથે બોમ્બે હાઈકોર્ટે એમ પણ કહ્યું કે આંદોલનકારીઓને મહારાષ્ટ્ર સરકાર નવી મુંબઈમાં બીજી જગ્યા આપી શકે છે. જો વધુ આંદોલનકારીઓ મુંબઈમાં આવવાની કોશિશ કરે તો રાજ્ય સરકાર ઉચિત પગલે ભરીને તેમને અટકાવે.
ઉલ્લેખનીય છે કે, મનોજ જરાંગે ૨૯મી ઓગસ્ટથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાલ કરી રહ્યા છે. એ અન્ય પછાત વર્ગ(ઓબીસી) શ્રેણીની અંતર્ગત સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે ૧૦ ટકા અનામતની માંગ કરી રહ્યા છે. જરાંગેના સમર્થકોનો દાવો છે કે તેમણે સોમવારથી પાણી પીવાનું બંધ કરી દીધું છે.
આ સાથે હાઈકોર્ટે સીએસટી, મરીન ડ્રાઇવ, ફ્લોરા ફાઉન્ટેન અને દક્ષિણ મુંબઈના અન્ય વિસ્તારોમાંથી આંદોલનકારીઓને હટાવવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે.
આ સાથે કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર આવતીકાલે થનારી સુનાવણીમાં જણાવે કે તેમણે કેવા પગલાં લીધા છે.સરકારી વકીલ વીરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું કે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનની મંજૂરી ૨૯મી ઓગસ્ટ સુધી આપવામાં આવી હતી. જરાંગે અને તેમના સમર્થકોએ દરેક નિયમનો ભંગ કર્યાે છે.SS1MS