Western Times News

Gujarati News

બેંગલુરુમાં આધેડે લિવ-ઈન પાર્ટનરને જાહેરમાં સળગાવી મારી

બેંગલુરુ, કર્ણાટકના બેંગલુરુમાં લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પાર્ટનરને જીવતી સળગાવીને હત્યા કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

આરોપીએ પહેલા લિવ-ઈન પાર્ટનરની કારની પીછો કર્યાે, પછી સિગ્નલ પર ગાડી ઊભી રખાવીને પેટ્રોલ છાંટી દીધું હતું. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં ત્રણ લોકો હતા. મહિલા કારમાંથી નીકળીને ભાગી તો આરોપી તેની પાછળ દોડ્યો, પછી તેના પર પેટ્રોલ છાંટ્યું અને લાઇટરથી આગ લગાડી દીધી. મહિલા ૬૦ ટકા દાઝી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

પોલીસે ૫૦ વર્ષીય આરોપી વિટ્ઠલની ધરપકડ કરી છે. આરોપી વિટ્ઠલ કેબ ડ્રાઇવર છે અને દારુના નશાની ખરાબ આદત ધરાવતો હતો. મૃતક મહિલાનું નામ વનજાક્ષી હતું. બંને લગભગ ચાર વર્ષ પહેલા લિવ-ઈન રિલેશનશીપમાં આવ્યા હતા.

વિટ્ઠલ પહેલા ત્રણ લગ્ન કરી ચુક્યો હતો. વનજાક્ષી પણ લિવ-ઈનમાં આવ્યા પહેલા બે લગ્ન કરી ચુકી હતી. વનજાક્ષી તાજેતરમાં વિટ્ઠળની દારુના નશાની આદત અને વારંવાર ત્રાસને લીધી પરેશાન થઈને તેનાથી અલગ થઈ ગઈ હતી.

વનજાક્ષીને મરિઅપ્પા નામના એક વ્યક્તિ સાથે પણ મિત્રતા હતી. એક ટ્રાફિક સિગ્નલ પર આરોપી વિટ્ઠલે ગાડી ઊભી રખાવી અને વનજાક્ષી, મરિઅપ્પા અને ડ્રાઇવર પર પેટ્રોલ છાંટી દીધું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.