Western Times News

Gujarati News

‘વાજબી શંકાથી પર’ સિદ્ધાંતના દુરૂપયોગને લીધે ગુનેગારો નિર્દાેષ છૂટી રહ્યા છેઃ સુપ્રીમ

નવી દિલ્હી, ‘વાજબી શંકાથી પર’ના સિદ્ધાંતના “ખોટા ઉપયોગ” ને કારણે, વાસ્તવિક ગુનેગારો કાયદાના ચુંગાલમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે અને નિર્દાેષ છૂટવાના આવા દરેક ઉદાહરણ સમાજની સુરક્ષાની ભાવના સામે “બળવા” જેવા છે અને તે ફોજદારી ન્યાય પ્રણાલી પર કલંકરૂપ છે તેવું તારણ સુપ્રીમ કોર્ટે કાઢ્યું છે.

એક સગીરા પર રેપના બે આરોપીને દોષી જાહેર કરતાં એક ટ્રાયલ કોર્ટનો ચુકાદો જાળવી રાખતાં સુપ્રીમે ટકોર કરી હતી કે ઘણીવાર એવા કિસ્સાઓ ધ્યાનમાં આવે છે જ્યાં નાની વિસંગતતાઓ, વિરોધાભાસો અને ખામીઓના આધારે નિર્દાેષ છૂટકારો થાય છે કેમ કે આવા આરોપીઓને વાસ્તવિક શંકાનો લાભ મળી જાય છે.

જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટાે સમાજની વાસ્તવિક હકીકત પ્રત્યે સંવેદનશીલ બને. જો એવું થાય તો કાયદાનો ઇરાદો જળવાઇ રહેશે અને વિધાનપરિષદ દ્વારા ઊભા કરવામાં આવેલાં રક્ષણો ઇચ્છિત વ્યક્તિઓ સુધી સાચા અર્થમાં પહોંચે.

બેન્ચે વધુમાં ઉમેર્યું કે કોઈ પણ નિર્દાેષ વ્યક્તિને તેણે ન કરેલા કામ માટે સજાનો સામનો કરવો ન જોઈએ, પરંતુ એ જ રીતે, કોઈ પણ ગુનેગારને ગેરવાજબી શંકાઓ અને પ્રક્રિયાના ખોટા ઉપયોગના આધારે નિર્દાેષ જાહેર ન કરવો જોઈએ.

‘પ્રક્રિયાગત પવિત્રતાના મહત્વ હોવા છતાં, જ્યારે કોઈ ગુનેગાર, તે પણ એક જઘન્ય જાતીય ગુનાનો હોય, તે પીડિતા સાથે પ્રક્રિયાગત નિયમોના ખોટા ઉપયોગ કરીને, પીડિતાની જાણકારી વિના અને પીડિતાના કોઈપણ નિયંત્રણ વિના, છૂટી જાય છે ત્યારે તે હંમેશા સમગ્ર સિસ્ટમ માટે સંપૂર્ણ નિષ્ફળતાની બાબત બને છે’ તેમ બેન્ચે ઉમેર્યું હતું.

પટણા હાઇકોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૪માં આવી જ રીતે શંકાનો લાભ આપીને જઘન્ય ગુનાના આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યાે હતો. તેણે નીચલી કોર્ટનો હુકમ પલટાવી દીધો હતો. જોકે સુપ્રીમે આ આદેશ ફેરવી દીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.