Western Times News

Gujarati News

સુરતમાં પકડાયેલી ગેન્ગે અનેકને ‘ડિજિટલ ગુલામ’ બનાવ્યાની શંકા

સુરત, સુરતમાં સાયબર ટીમે આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યાે છે. સુરત સાયબર સેલની ટીમે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. નોકરીની લાલચે યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા. યુવકોને થાઇલેન્ડમાં કોમ્પ્યૂટર વર્કની નોકરીની લાલચ આપી હતી. ભારત ભરમાંથી ૪૦ લોકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા. પંજાબનો મુખ્ય સૂત્રધાર નિવર ચૌધરી સહિત ૩ ઝડપાયા છે.

સુરતના આશિષને સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યો છે. આ પ્રકારે અનેક લોકોને “ડિજિટલ ગુલામ” બનાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૨ થી મે ૨૦૨૪ સુધીમાં ૭૩૧૩૮ લોકો વિઝિટર વિઝા પર કંબોડિયા, થાઇલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામ ગયા હતા, તેમાંથી ૨૯૪૬૬ લોકો હજુ સુધી પાછા ફર્યા નથી.

સુરતમાં સ્લેવરીનું રેકેટ પકડનારા પોલીસ અધિકારીઓના વર્તુળમાંથી જાણવા મળ્યા મુજબ, દુનિયાભરના લોકો ફિશિંગ, ઓનલાઈન શોપિંગ ળોડ, ક્રિપ્ટો સ્કેમ્સ, મેટ્રિમોનિયલ ળોડ, ઓટીપી હેકિંગ અને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા સાયબર ગુનાઓ વધી રહ્યા છે ત્યારે બીજો એક નવો ખતરો બહાર આવ્યો છે. તેને ‘ડિજિટલ ગુલામી’ કહેવાય છે.

ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતમાં પકડાયેલી આ ગેંગ બેરોજગાર યુવાનોને સુવર્ણ ભવિષ્યના સપના બતાવીને ગુલામ બનાવતી હતી. તેમની જાળમાં ફસાયેલા લોકોને પહેલા વિઝિટર વિઝા પર થાઈલેન્ડ બોલાવવામાં આવતા હતા, પછી ગુપ્ત રીતે નદી પાર કરીને મ્યાનમારમાં ધકેલી દેવામાં આવતા હતા. શરૂઆતમાં, તેમને ખાતરી આપવામાં આવતી હતી કે, કામ સરળ રહેશે.

તેમણે કમ્પ્યુટર પર કોલિંગ જોબ્સ અથવા ડેટા એન્ટ્રીનું કામ કરવું પડશે. જોકે, જ્યારે વાસ્તવિકતા ખબર પડી ત્યારે લોકો ચોંકી ગયા. તેમના પર દબાણ લાવીને તેમને બળજબરીથી સાયબર ફ્રોડમાં ધકેલી દેવામાં આવ્યા હતા.સરકારી આંકડા આ પ્રકારના રેકેટનો વ્યાપ ખૂબ મોટો હોવાની સંભાવનાને બળ આપે છે.

ગૃહ મંત્રાલયના બ્યુરો ઓફ ઇમિગ્રેશનનો રિપોર્ટ કહે છે કે, ગત જાન્યુઆરી ૨૦૨૨ થી મે ૨૦૨૪ સુધીમાં કુલ ૭૩૧૩૮ ભારતીયો વિઝિટર વિઝા પર કંબોડિયા, થાઇલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામ ગયા હતા.

ચોકાવનારી હકીકત એવી છે કે, આમાંથી ૨૯૪૬૬ લોકો હજુ સુધી ભારતમાં પાછા ફર્યા નથી. પાછા નહીં આવનારાઓમાં અડધાથી વધુ ૨૦ થી ૩૯ વર્ષની વયના યુવાનો છે અને લગભગ ૯૦ ટકા પુરુષો છે.

પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ, સાયબર ગુલામીને ડિજિટલ ગુલામી અથવા ઓનલાઈન ગુલામી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજી દ્વારા વ્યક્તિઓનું શોષણ કરવામાં આવે છે અને ગુના કરવા માટે દબાણ કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.