Western Times News

Gujarati News

હોર્ન વગાડવાની તકરારમાં યુવકને ૪ લુખ્ખાએ ફટકાર્યો

અમદાવાદ, સરદારનગર વિસ્તારમાં બુલેટના હોર્ન વગાડવાની તકરારમાં ચાર લુખ્ખાઓએ યુવકને લાકડીના દંડા વડે મૂઢ માર માર્યાે હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે યુવકે સરદારનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં ૪૪ વર્ષિય સહદેવસિંહ કુંવરસિંહ ઝાલા પરિવાર સાથે રહે છે અને સ્પાર્ક ઇન નામની હોટલ ધરાવી વેપાર કરે છે. ૩૧ ઓગસ્ટના રોજ સહદેવસિંહ પોતાનું બુલેટ લઇ ઘરેથી હોટલ જવા માટે નિકળ્યા હતા.

ત્યારે બંગલા એરિયા અંડર બ્રિજ પાસે વળાંક હોવાથી તેમણે બુલેટનો હોર્ન માર્યાે હતો. જેથી ત્યાં બેઠેલા ધર્મેન્દ્ર સતાભાઇ ભરવાડે બૂમ પાડી બુલેટ ઊભી રખાવી હતી. પછી ધર્મેન્દ્ર સહદેવસિંહ પાસે પહોંચ્યો હતો અને કહ્યું હતું કે, કેમ હોર્ન મારે છે.

ત્યારબાદ તે ઝઘડો કરવા લાગ્યો હતો. જો કે, તે સમયે સહદેવસિંહ ત્યાંથી નિકળી ગયા હતા. જો કે, રાત્રે ધર્મેન્દ્રએ ફોન કરી સહદેવને નોબલનગર ખાતે બોલાવ્યો હતો. ત્યાં પહોંચ્યા ત્યારે ધર્મેન્દ્ર, અનિલ ભરવાડ, રમેશ ભરવાડ સહિતના લોકો ત્યાં હાજર હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. બાદમાં તમામે લાકડીના દંડા વડે સહદેવને ફટકાર્યાે હતો.

આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, આ અંગે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે સહદેવસિંહે ધર્મેન્દ્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.