‘પોલીસ સ્ટેશન મૈં ભૂત’માં મનોજ બાજપેયી સાથે જેનેલિયા જોડાઈ

મુંબઈ, ફીયર અને ફનની જમાવટના કારણે બોલિવૂડમાં હોરર કોમેડીની જોનર લોકપ્રિય થઈ રહી છે. જાણીતા ડાયરેક્ટર રામગોપાલ વર્માએ પણ હવે આ જોનરમાં ઝંપલાવ્યું છે. તેમણે આગામી હોરર કોમેડી ફિલ્મ ‘પોલીસ સ્ટેશન મૈં ભૂત’ જાહેર કરી છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને જેનેલિયા ડીસોઝાના લીડ રોલ છે, જેઓ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે.
ફિલ્મમાં કામ કરવાની ઉત્સુકતા અંગે વાત કરતાં જેનિલિયાએ કહ્યુ હતું કે, પહેલી વખત એવી દુનિયામાં પગ મૂકી રહી છું, જ્યાં ફન અને ફીયર ભેગા થાય છે.
મનોજ બાજપેયી સાથે સ્ક્રિન શેર કરવાનો અનુભવ ડરામલો યાદગાર રહ્યો. આવી થ્રિલર ફિલ્મ બીજી કોઈ નથી. તેમાં એક અનખો વિચાર છે. આપણે ગભરાઈએ ત્યારે પોલીસ સ્ટેશન દોડીએ છીએ.
પરંતુ, પોલીસ જ ગભરાઈ જાય ત્યારે ક્યાં જશે?આમિર ખાનની ફિલ્મ ‘સિતારેં જમીન પર’ સાથે શાનદાર કમબેક કરનારી જેનેલિયા અને મનોજ બાજપેયીની આ ફિલ્મ એનાઉન્સ કરતી વખતે મોશન પોસ્ટર પણ શેર થયુ હતું.
જેમાં મનોજ બાજપેયી પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળે છે. રામગોપાલ વર્માએ એક્સ પ્લેટફોર્મ પર ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યુ હતું કે, એક ખૂંખાર ગેંગસ્ટરને પોલીસ ઓફિસર એન્કાઉન્ટરમાં મારી નાખે છે. તે ભૂત બની પાછો ફરે છે અને પોલીસ સ્ટેશનમાં બધાને ડરાવે છે.
મરેલાની ધરપકડ થઈ શકતી નથી. રામગોપાલ વર્મા અને મનોજ બાજપેયીએ અગાઉ ૧૯૯૮માં રિલીઝ થયેલી ‘સત્યા’ અને ત્યારબાદ ‘કૌન’ (૧૯૯૯)માં સાથે કામ કર્યું હતું. ૨૬ વર્ષ બાદ તેઓ સાથે કામ કરી રહ્યા છે.
આ અંગે વાત કરતાં રામગોપાલ વર્માએ કહ્યું હતું કે, મનોજ સાથે કામ કરવામાં રોમાંચની સાથે નોસ્ટાલ્જિક અનુભવ થાય છે. રક્ષણ કરતી સૌથી મોટી સંસ્થાને કોઈ ડરાવી મૂકે ત્યારે ઊભી થતી સ્થિતિ ફિલ્મમાં દર્શાવાઈ છે.
જેનેલિયાને સામાન્ય મહિલા તરીકે રજૂ કરાઈ છે. જે ભૂતથી ખૂબ ગભરાય છે. મનોજ બાજપેયી બહાદુર ઓફિસર છે. ભૂત અને તેના કારનામા પોલીસને ચકરાવે ચડાવે છે.SS1MS