‘વશ ૨’થી અજય દેવગન પ્રભાવિત જાનકી બોડીવાલાના વખાણ કર્યાં

મુંબઈ, ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ ૨’ દેશભરમાં ઉત્સુકતા ઊભી કરી રહી છે. ગુજરાત બહારના ઓડિયન્સને પણ પસંદ આવી રહેલી આ ફિલ્મથી અજય દેવગન પણ પ્રભાવિત થયા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ ગુજરાતી સીક્વલને ‘ગૂડ સિનેમા’ ગણાવી છે. તેમણે જાનકી બોડીવાલાના વખાણ કરવાની સાથે સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે.
અજય દેવગને ફિલ્મના પ્રમોશનમાં ભાગ લીધો હતો અને તેનું ટ્રેલર શેર કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં અજય દેવગને જણાવ્યુ હતું કે, સારું સિનેમા ઘણા દૂર સુધી જાય છે. કૃષ્ણદેવ યાજ્ઞિક, કુમાર મંગત પાઠક અને વશ વિવશ લેવલ ૨ની સમગ્ર ટીમને અભિનંદન.
જાનકી બોડીવાલને ફરી શાનદાર કામ માટે ખાસ અભિનંદન. જાનકી બોડીવાલાએ આ ફિલ્મમાં આર્યાનો રોલ કર્યાે છે અને તેને આ વર્ષની ગુજરાતી ફિલ્મોના સૌથી વધુ સારા પરફોર્મન્સમાં સ્થાન મળે છે. ‘વશ’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી અને તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો.
આ ફિલ્મથી પ્રેરિત થઈને ‘શૈતાન’ બની હતી, જેમાં અજય દેવગનનો લીડ રોલ હતો. બે વર્ષ બાદ ‘વશઃ લેવલ ૨’ આવી છે. કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મને કૃણાલ સોની અને કલ્પેશ સોનીએ પ્રોડ્યુસ કરી છે. ઓડિયન્સને ડરાવી મૂકતી અને શ્વાસ ઊંચા કરી દેતી ‘વશ’નો વારસો આ ફિલમે આગળ ધપાવ્યો છે.
ફિલ્મની સ્ટોરી ૧૨ વર્ષ બાદની ઘટના સાથે થાય છે, જેમાં અથર્વને ફરી દુષ્ટ શક્તિનો અનુભવ થાય છે. દુષ્ટ શક્તિએ તેની દીકરીને ક્યારેય છોડી જ ન હોતી, તેવું અથર્વને લાગે છે. ફરી એક વખત તેની દીકરી હિંસક બને છે અને કઠપૂતળીની જેમ હુમલા કરે છે.
ભૂત અને કાળા જાદુ કરી રહેલા પ્રતાપ સામેની લડાઈ આગળ વધે છે. આ ફિલ્મે દેશભરમાં ચાર દિવસમાં રૂ.૪.૮ કરોડનું કલેક્શન મેળવ્યું છે, જેમાંથી ગુજરાતમાં ૨.૭૫ કરોડની આવક થઈ છે.SS1MS