અભિષેક ઐશ્વર્યાની દીકરી આરાધ્યાએ ફેન્સની ચિંતા વધારી દીધી

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય દર વર્ષે મુંબઈમાં જીએસબી ગણપતિ પંડાલની મુલાકાત લે છે. આ વખતે પણ તે ત્યાં પહોંચી હતી. તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ગઈ હતી.
માતા અને પુત્રી બંનેએ બાપ્પાના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. તેમના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકો આરાધ્યા વિશે પ્રશ્ન કરી રહ્યા છે કે તે આટલી વિચિત્ર કેમ દેખાઈ રહી છે, તેને શું થયું છે. પહેલા કરતા થોડી અલગ દેખાતી આરાધ્યા વિષે ફેન્સ અલગ અલગ અટકળો પોસ્ટ કરી ચિંતા કરી રહ્યા છે.
વીડિયોમાં, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે ભક્તોની ભીડમાંથી પસાર થાય છે. બંને સુંદર સ્મિત સાથે બધાનું સ્વાગત કરે છે. તેઓ પંડાલમાં પ્રવેશતા પહેલા સેલ્ફી માટે પણ રોકાય છે.
અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. પરંતુ થોડા દિવસો પહેલા બંને સાથે જોવા મળ્યા હતા અને છૂટાછેડાની અફવાઓનો અંત લાવ્યો હતો. તેઓ અમિતાભ બચ્ચન સાથે આરાધ્યાની સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ ઉપરાંત, ઐશ્વર્યાએ અભિષેકને તેના ૪૯મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.ઐશ અને અભિષેકે ૨૦૦૭ માં લગ્ન કર્યા હતા. ૪ વર્ષ પછી, ૨૦૧૧ માં પુત્રી આરાધ્યાનો જન્મ થયો. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વનઃ પાર્ટ ૧ અને ૨’ માં જોવા મળી હતી.SS1MS