Western Times News

Gujarati News

NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ ખાતે કેમ તૈનાત કરાઈ?

પ્રતિકાત્મક

રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૧૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૦૯ જળાશયો વો‹નગ

૪થી ૭ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે –

ગાંધીનગર, ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૧૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૦૯ જળાશયો વો‹નગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

બેઠકમાં એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ.ની કુલ ૧૨ ટીમ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત એન.ડી.આર.એફ.ની એક ટીમ રીઝર્વ પણ રાખવામાં આવી છે.

રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ સરેરાશ ૯૪ ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૮ ઇંચ, ઉત્તર ગુજરાતમાં ૨૭ ઇંચ, સૌરાષ્ટ્રમાં ૨૫ ઇંચ અને કચ્છમાં ૧૬ ઇંચ વરસાદ વરસ્યો છે. મોટાભાગના રીજિયનમાં સરેરાશ કરતાં ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ ૮૪ ઇંચ, ડાંગમાં ૭૨ ઇંચ અને નવસારીમાં ૬૬ ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછો સરેરાશ ૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૧૧૦ ઇંચ, સુરતના ઉમરગામમાં ૯૬.૨૫ અને નવસારીના ખેરગામમાં ૯૦ ઇંચ મેઘમહેર થઈ છે.
ગુજરાતના ૪૮ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ ૧૪૦ તાલુકામાં ૨૦થી ૪૦ ઇંચ, ૬૧ તાલુકામાં ૧૦થી ૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદ હજુ ૫થી ૧૦ ઇંચ વચ્ચે વરસ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.