ફેસબુક જોવાનું વેપારીને ભારે પડ્યું- 28 લાખ ગુમાવ્યા

પ્રતિકાત્મક
ઓઈલના વેપારી સાથે ૨૮ લાખની છેતરપિંડીમાં બે લોકોની ધરપકડ -સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીનો સંપર્ક કર્યો હતો આરોપીઓ સામે હરિયાણા, બેંગ્લોરમાં પણ ગુનાઓ નોંધાયા છે
ભાવનગર, ભાવનગરમાં વેપારી સાથે થયેલી છેતરપિંડીમાં મહિલા સહિત ૨ લોકો ઝડપાયા છે. ઓઈલના વેપારી સાથે ૨ લોકોએ રૂ.૨૮ લાખની ઠગાઈ કરી હતી.
આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. ગાઝીયાબાદની મહિલા અને એક યુવકને ઝડપી લીધો છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીનો સંપર્ક કર્યો હતો. આરોપીઓ સામે હરિયાણા, બેંગ્લોરમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. પોલિસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં ઓઇલના વેપારી સાથે થયેલી ૨૮ લાખની છેતરપિંડીમાં મહિલા સહિત ૨ આરોપીઓ ઝડપાયા છે. ભાવનગરની ટીમે ગાઝીયાબાદની મહિલા અને એક યુવકને ઝડપી લીધા છે.
વોરાવાડમાં રહેતા વેપારી સાથે ફેસબુકના માધ્યમથી કોન્ટેક કરી આરોપીઓએ વેપારીને ઓઇલ મોકલવાના વાત કરી હતી. વેપારીને ખોટા ઇ વે બિલ અને ઇન્વોઇસ બિલ મોકલી કંપનીના એકાઉન્ટમાં રૂપિયા ૨૮ લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ગાઝીયાબાદની યુવતી અને યુવકની ધરપકડ કરવામાં આવી છે.
યુવક અને યુવતી ઉપર હરિયાણા સાયબર ક્રાઇમ અને બેંગ્લોરમાં પણ ફરિયાદ નોંધાઇ છે. ન્ઝ્રમ્ની ટીમે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીઓએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપીઓએ વેપારીને ખોટા ઇ વે બિલ અને ઇન્વોઇસ બિલ મોકલી કંપનીના એકાઉન્ટમાં રૂપિયા ૨૮ લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.