“અજબ પ્રેમ કી ગજબ કહાની”- વેવાઈ વેવાણને લઈને ભાગી ગયા

AI Image
ગામમાં બંનેના સંબંધોને લઈને ઘણી વાતો થઈ ચૂકી છે અને લોકો મેણા પણ મારે છે આવા સમયે તે પોતાની વેવાણ સાથે જીવવા માગે છે
ઝારખંડ, ઝારખંડના બોકારોમાંથી એક અજબ પ્રેમ કી ગજબ કહાની સામે આવી છે. અહીં ચાર બાળકોની માતા અને બે બાળકોના પિતાએ પોતાના પ્રેમની જાહેરાત કરી દીધી છે. નવાઈની વાત એ છે કે બંને વચ્ચે વેવાઈ-વેવાણનો સંબંધ છે. તેમણે જમાનાની ચિંતા કર્યા વિના એકબીજા સાથે રહેવાનું નક્કી કરી લીધું છે.
તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પ્રેમ સંબંધની વાત કહી સાથે રહેવાની જીદ કરી. મહિલાને તેના પતિ વિશે પૂછવામાં આવ્યું તો તેણે આરોપ લગાવતા કહ્યું કે, તે તેને બિઝનેસના નામ પર વારંવાર ખોટી જગ્યાએ મોકલતો હતો.
આ કિસ્સો પેંક નારાયણપુર પોલીસ સ્ટેશન વિસ્તાર બરવાપાની ગામનો છે. જાણકારી અનુસાર, સાજદા ખાતૂન પોતાના શૌહર હલીમ અંસારીથી નારાજ રહેતી હતી. તેણે આરોપ લગાવ્યો કે તેનો પતિ તેને ઠેર ઠેર મોકલી ખરાબ કામ કરાવતો હતો.
એટલું જ નહીં, જ્યારે સાજદાએ પોતાના પતિને કહ્યું કે, તે પોતાના વેવાઈ સહાદતને પ્રેમ કરે છે, તો પતિએ બેદરકારીભર્યા અંદાજમાં જવાબ આપ્યો.આ બાજુ વિષ્ણુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાલોવારના રહેવાસી સહાદત અંસારીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે હવે સાજદાને છોડવા નથી માગતો. તેનું કહેવું છે કે, ગામમાં બંનેના સંબંધોને લઈને ઘણી વાતો થઈ ચૂકી છે અને લોકો મેણા પણ મારે છે. આવા સમયે તે પોતાની વેવાણ સાથે જીવવા માગે છે.
સહાદત ખુદ બે બાળકોનો પિતા છે, પણ તેણે પોતાના બાળકો અને સમાજની ચિંતા કર્યા વિના સાજદા સાથે રહેવાની જાહેરાત કરી છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સાજદાએ પોતાના પ્રેમી સહાદતને ઘરે બોલાવ્યો. જ્યારે મહિલા અને પ્રેમી વેવાઈ ભાગ્યા તો રસ્તામાં ભાઈઓએ બંનેને પકડી લીધા.
વિવાદ વધવાની જગ્યાએ બંનેએ ખુલ્લેઆમ આ સ્વીકાર કરી લીધો કે તેઓ હવે એકબીજાને પ્રેમ કરે છે અને હવે સમાજ અથવા પરિવારની ચિંતા કર્યા વિના સાથે રહેશે. સાજદા ખાતૂનનું કહેવું છે કે તેઓ હવે પોતાના પતિ સાથે કોઈ પણ હાલતમાં રહેવા તૈયાર નથી. તેમણે આરોપ લગાવ્યો કે તેનો પતિ તેની આબરુની કિંમત સમજતો નથી.
સહાદત અંસારીએ પણ કહ્યું કે, સમાજ કંઈ પણ કહે, પણ તે હવે પોતાની વેવાણને છોડીને ક્્યાંય જશે નહીં. ગામમાં આ ઘટનાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. લોકો તેની વેવાઈ-વેવાણની લવ સ્ટોરી ગણાવી રહ્યા છે. અમુક લોકો તેને સમાજ અને સંબંધોની દ્રષ્ટિથી ખોટી રીત ગણાવી રહ્યા છે, તો વળી અમુક લોકો કહે છે કે જ્યારે બંને પોતાની મરજીથી સાથે રહેવા માગે છે, તો કોઈને દખલ કરવાનો હક નથી.