Western Times News

Gujarati News

ભારતને F35 ફાઈટર વેચવાની અમેરિકાની યોજના પર પાણી ફરી વળશે?

પ્રતિકાત્મક

આ પગલું ભારત અને રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને અમેરિકાની F-૩૫ વેચવાની યોજના પર સીધી અસર કરશે

રશિયાનું સૌથી ઘાતક ફાઈટર જેટ જી-૫૭ ભારતમાં બનશે? -પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું

ચીન,  ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા પોતાના સૌથી લેટેસ્ટ ફાઈટર જેટ સુખોઈ જી-૫૭ને ભારતમાં જ બનાવવાનું વિચારી રહ્યું છે. આ નિર્ણય અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાના હ્લ-૩૫ ફાઈટર જેટ વેચવા માંગતા હતા.

ભારતીય વાયુસેનાને હાલમાં બેથી ત્રણ સ્કવોડ્રન પાંચમી પેઢીના ફાઈટર જેટની જરૂર છે. આ પ્રોજેક્ટમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ  મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, જે પહેલાથી જ નાસિકમાં જી-૩૦ સ્દ્ભૈં નું નિર્માણ કરે છે. આ પગલું ભારત અને રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને અમેરિકાની F-૩૫ વેચવાની યોજના પર સીધી અસર કરશે.

રશિયન એજન્સીઓ હાલમાં એ વાતનું મૂલ્યાંકન કરી રહી છે કે ભારતમાં જી-૫૭નું ઉત્પાદન કરવા માટે કેટલું મોટું રોકાણ કરવું પડશે. જો આ પ્રોજેક્ટ શરૂ થશે, તો તેના બે ફાયદા થશે. એક તો ભારતને વિશ્વના સૌથી આધુનિક ફાઈટર જેટ મળશે અન બીજું એ કે આ વિમાનોનો ખર્ચ પણ ઓછો થશે, કારણ કે તેનું નિર્માણ અહીં જ થશે.

ભારતમાં પહેલેથી જ ઘણી ફેક્ટરીઓ છે જે રશિયા દ્વારા બનાવેલા લશ્કરી ઉપકરણો તૈયાર કરે છે. તેમનો ઉપયોગ જી-૫૭ના ઉત્પાદન માટે પણ કરી શકાય છે.
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારી તણાવ ચાલી રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ઘણા ક્ષેત્રો પર ટેરિફ લગાવ્યા છે અન હ્લ-૩૫ ફાઈટર જેટ ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે. જોકે, જો ભારત અને રશિયા જી-૫૭નું ઉત્પાદન સાથે મળીને કરશે, તો તે અમેરિકાની હ્લ-૩૫ વેચવાની યોજનાને નિષ્ફળ બનાવશે. આ પગલું સ્પષ્ટ દર્શાવશે કે ભારત પોતાની સુરક્ષા માટે રશિયા સાથે ગાઢ ભાગીદારી જાળવી રાખવા માંગે છે.

ભારતે તાજેતરના વર્ષોમાં રશિયા પાસેથી જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે અને હવે તેણે જી-૫૦૦માં પણ રસ દાખવ્યો છે. રશિયા ઈચ્છે છે કે આની સાથે જ ભારત જી-૫૭ને પણ પોતાની વાયુસેનાનો ભાગ બનાવે. રસપ્રદ વાત એ છે કે ભારત પહેલા પણ રશિયાના ફિફ્થ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ (હ્લય્હ્લછ) પ્રોગ્રામનો ભાગ રહી ચૂક્્યું છે. જોકે, ટેÂક્નકલ અને નાણાકીય મતભેદોને કારણે ભારતે આ પ્રોજેક્ટથી બહાર નીકળી ગયું હતું. જોકે, વર્તમાન વૈશ્વિક તણાવ અને ભારત-અમેરિકાના સંબંધોને કારણે આ પ્રોજેક્ટ ફરીથી ચર્ચામાં આવ્યો છે.

રશિયા સાથેની આ સંભવિત ડીલ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત પોતાનું સ્વદેશી પાંચમી પેઢીનું લડાકુ વિમાન પણ વિકસાવી રહ્યું છે,
જેનું પ્રથમ પરીક્ષણ ૨૦૨૮માં અને વાયુસેનામાં સમાવેશ ૨૦૩૫ સુધીમાં થવાની અપેક્ષા છે. આથી, આગામી દસ વર્ષ ભારત માટે નિર્ણાયક છે, કારણ કે આ સમયગાળામાં જરૂરિયાત પૂરી કરવા માટે તેને એક મોટા ભાગીદારની જરૂર પડશે, નહીં તો વાયુસેનામાં મોટી કમી આવી શકે છે.

ભારત માટે એક મોટી તક
– જો જી-૫૭નું ઉત્પાદન ભારતમાં થાય તો તેના ઘણા ફાયદા થશે.
– ભારતને અત્યાધુનિક સ્ટેલ્થ ફાઈટર જેટ્‌સ મળશે.
– સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં મોટા પાયે રોજગારી ઊભી થશે.
– ભારત રશિયા સાથેની સંરક્ષણ ભાગીદારીને વધુ ઊંડી કરશે.
– અમેરિકાના દબાણ અને શરતોથી બચીને પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.