ભારતે રશિયા-ચીન નહિં પણ અમેરિકા સાથે રહેવું જોઈએઃ નવારોનો લવારો

File Photo
50 ટકા ટેરિફ લગાવ્યા પછી પણ અમેરિકાના સલાહકારનું માનવું છે કે ભારતે અમેરિકા સાથે રહેવું જોઈએ
વડાપ્રધાન મોદી એસસીઓ સમિટ દરમિયાન જિનપિંગ સાથે જોવા મળ્યા હતા વળી, પુતિન પણ મોદી સાથે જોવા મળ્યા હતા આ બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી- મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાતથી અમેરિકા ભડક્્યું-
નવીદિલ્હી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (૧ સપ્ટેમ્બર) ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
જ્યાં બંને વચ્ચે ખાસ બેઠક પણ થઈ હતી. જોકે, અમેરિકાને આ મીટિંગથી તકલીફ થઈ રહી છે. ટ્રમ્પને ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારતે અમેરિકાની સાથે રહેવું જોઈએ, ન કે રશિયા સાથે.
એક અહેવાસ અનુસાર, પીટર નવારોએ કહ્યું કે, ‘ભારતે અમારી સાથે રહેવું જોઈએ, ન કે રશિયા સાથે. વડાપ્રધાન મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ પુતિન સાથે કામ કરી રહ્યા છે, આ યોગ્ય નથી.’
પીટર નવારો અમેરિકાના આર્થિક નિષ્ણાત અને રાજકારણી છે, જેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ વ્હાઈટ હાઉસમાં ટ્રેડ અને મેન્યુફેક્ચરિંગ નીતિ અંગેના સલાહકાર તરીકે નિયુક્ત થયા હતા.
નવારો ચીન સામે કડક વલણ અપનાવવા માટે જાણીતા છે અને તેઓ અમેરિકાની આર્થિક નીતિમાં “અમેરિકા ફર્સ્ટ” અભિગમના મજબૂત સમર્થક રહ્યાં છે. તેઓ અર્થશાસ્ત્રના પ્રોફેસર પણ રહ્યાં છે અને આંતરરાષ્ટ્રીય વેપાર વિષે અનેક પુસ્તકો લખ્યાં છે.
તાજેતરમાં, નવારો સમાચારમાં રહ્યા છે કારણ કે તેઓ યુએસ કોંગ્રેસની તપાસ સમિતિ દ્વારા બોલાવાયા હતા, પરંતુ હાજર ન રહેવાને કારણે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી એસસીઓ સમિટ દરમિયાન જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. વળી, પુતિન પણ મોદી સાથે જોવા મળ્યા હતા. આ બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. જોકે, આ મામલે અમેરિકા નારાજ થઈ ગયું છે.
પીટર નવારોએ ભારત પર વધારાના ટેરિફ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘ભારત સાથે બે પ્રકારની તકલીફ છે અને આ જ કારણે ટેરિફ લગાવવામાં આવ્યો છે. પહેલું તે અનફેર ટ્રેડ કરે છે. જેના કારણે ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો અને બીજું રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરી છે. આ કારણે પણ ૨૫ ટકા ટેરિફ લગાવવામાં આવ્યું છે.’
નવારોએ કહ્યું કે, ભારત, યુક્રેન યુદ્ધને વધારી રહ્યું છે.
તેમણે કહ્યું કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે અને રશિયા પોતાની કમાણી યુદ્ધમાં લગાવી રહ્યું છે. નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે મહીનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ, હજુ સુધી આ મામલે કોઈ સમાધાન નથી થઈ શક્્યું. પ્રમુખ ટ્રમ્પ તરફથી પણ આ અંગે પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમણે પુતિન અને ઝેલેન્સ્કી સાથે બેઠક કરી હતી.