કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટરમાંથી કિંમતી દવાઓનો જથ્થો ગાયબ

google maps
એકસપાયર્ડ થઈ ગઈ હોવા છતાં ફલુકોનાઝોલ-૧૦ના ૧ હજાર નંગ, મેટ્રો -૪૦૦ ના ૩ હજાર નંગ, તેમજ મેટાફોમીન-પ૦૦ની ૧ર હજાર ટેબલેટ સ્ટોકમાં
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાંથી દવાઓ ગાયબ થવી, એકસપાયર્ડ થવી તે સામાન્ય બાબત બની ગઈ છે. થોડા સમય પહેલા ઈસનપુર અને જોધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં આવી જ ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હવે કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ થયું છે
જેમાં જીવન જરૂરી દવાઓ બારોબાર અન્યત્ર પગ કરી ગઈ છે તેમજ ઘણીખરી દવાઓ યોગ્ય સમયે વપરાશ ન થવાના કારણે એકસપાયર્ડ થઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ સંચાલિત કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટરમાંથી લાખો રૂપિયાની દવા ગાયબ થઈ ગઈ છે. વર્ષાન્તે થતાં સ્ટોક મેળવણી પત્રકમાં આ પ્રકારના કૌભાંડ બહાર આવ્યા છે.
જેમાં કેÂલ્શયમ વીથ ડી-૩ ની પ હજાર નંગ ટેબલેટ, ડેકસ્ટ્રો સીરપ ૬૦૦ નંગ બોટલ, લિવોસેટરઝીન ટેબલેટની ૧૦૦ સ્ટીપ, મોકસ સીરપની ર૦૦ બોટલ, ઓનડેમ સીરપની ર૦૦ બોટલ, ડાયકલોફેન્નાક ક્રીમની ૧૦૦ ટયુબ, ઓઆરએસ પાવડરના ૧૦ હજાર નંગ પેકેટ તેમજ માઈકોનોઝોલ ક્રીમની ૩૦૦ નંગ ટયુબનો જથ્થો મળતો નથી.
આ ઉપરાંત એમોડેક પ-એમજીના ૪૬૦૦ નંગ તેમજ ડાયકલોફેન્નાકના ૪ હજાર નંગ, એટોરવા ૧૦ના ૧ હજાર નંગ પણ ગાયબ છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરની લેબોરેટરીમાં ૧ર૮૦ ગ્લાસ સ્લાઈડ, ર૦ નંગ સ્લાઈડ બોકસ, ૧૦૩૦ નંગ યુ.પી.ટી તેમજ ૧૦૯૩ નંગ સીરીંજનો જથ્થો પણ અર્બન હેલ્થ સેન્ટરમાંથી પગ કરી ગયો હોય તેવી વિગતો બહાર આવી છે.
કાંકરિયા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફની બેદરકારીના કારણે કિંમતી દવાઓ પણ એક્સપાયર્ડ થઈ ગઈ છે. જેમાં ફલુકોનાઝોલ-૧૦ના ૧ હજાર નંગ, મેટ્રો -૪૦૦ ના ૩ હજાર નંગ, તેમજ મેટાફોમીન-પ૦૦ની ૧ર હજાર ટેબલેટ એકસપાયર્ડ થઈ ગઈ હોવા છતાં સ્ટોકમાં રાખવામાં આવી હતી.
આ બાબતની ઉચ્ચકક્ષાએ જાણકારી થતા તાત્કાલિક આ દવાઓનો નાશ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાં પણ કોરોનાની દવાઓનો જથ્થો ગાયબ થઈ ગયો હતો આ ઉપરાંત તિજોરી, ખુરશી અને ટેબલ જેવા સાધનો પણ ગુમ થઈ ગયા હોવાના કૌભાંડ થોડા સમય પહેલા જ જાહેર થયા હતાં.