યુપીની મહિલાને ૮ વર્ષ પછી લાપતા પતિ ઈંસ્ટાગ્રામ રીલમાં જોવા મળ્યો

હરદોઇ, ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક મહિલાને પોતાનો આઠ વર્ષથી લાપતા પતિ ઈંસ્ટાગ્રામ રીલમાં જોવા મળ્યો હતો. ત્યાર પછી મહિલાએ કથિત રીતે પોતાને તરછોડીને બીજી મહિલા સાથે લગ્ન કરવાની બાબતને લઈને પોલીસ ફરિયાદ કરી હતી.
ત્યાર પછી પોલીસે આરોપી જિતેન્દ્ર ઉર્ફે બબલુની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ આરોપી જિતેન્દ્ર ઉર્ફે બબલુ ૨૦૧૮માં પોતાની ગર્ભવતી પત્ની શીલુને છોડીને પંજાબના લુધિયાણામાં રહેવા ગયો હતો, જ્યાં તેણે કથિત રીતે બીજા લગ્ન કરી લીધા હતા.
સંડીલા વિસ્તારના મુરારનગરની રહેવાસી શીલુએ તાજેતરમાં ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો રીલમાં પોતાનો પતિને જોતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ત્યાર પછી મહિલાએ પોલીસનો સંપર્ક કર્યાે, અને ત્યારબાદ પોલીસે તેની ઓળખ અને સ્થળની ખરાઇ કરીને તપાસ શરુ કરી હતી. અટામઉ ગામના મૂળ રહેવાસી જિતેન્દ્રના પિતાએ ૨૦૧૮માં પોતાનો પુત્ર લાપતા થયો હોવાની જાણ પોલીસને કરી હતી. એ સમયે પરિવારે શીલુના સંબંધીઓ પર શંકાસ્પદ આક્ષેપ લગાવ્યા હતા.
સબ-ઈન્સ્પેક્ટર રજનીકાંત પાંડેના નેતૃત્વમાં પોલીસ ટીમે લુધિયાણામાંથી એ વ્યક્તિની ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શીલુની ફરિયાદના આધાર પર આરોપી જિતેન્દ્રની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સર્કલ ઓફિસર સંતોષકુમાર સિંહે જણાવ્યું કે, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એ પ્રમાણે વધુ કાર્યવાહી હાથ ધરાશે.SS1MS