Western Times News

Gujarati News

કાલોલના મીરાપુરીની નદીમાં શ્રીજીના વિસર્જન ટાણે આઠ ડૂબ્યા: એકનું મોત

કાલોલ, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામે ગત્ રોજ સાંજે વાજતે ગાજતે શ્રી ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ગોમા નદીના પાણી મા ઉતરેલા યુવકો પૈકી સાત યુવકો ગોમા નદીના પાણી ભરેલા ઉડા ખાડામા ગરકાવ થઈને ડૂબવા લાગતા બચાવોની મરણ ચીસોથી ઉલ્લાસ નો અવસર નજરો સમક્ષ આફતમા ફેરવાઈ ગયો હતો.

જો કે નદી કિનારે ગણેશ વિસર્જન માટે આવેલા ગ્રામજનોએ હાથમાં જે આવ્યુ એમ લાકડીઓની મદદથી અને ઘૂંટણ સમા પાણીમાં ઉતરીને હાથ ધરેલ બચાવ કામગીરીઓમાં ડૂબી રહેલા સાત યુવકોને હેમખેમ બહાર કાઢવામા આવ્યા હતા.

પરંતુ અંદાઝે ૩૫ વર્ષના કાળુભાઈ વીરસિંગ પટેલીયાનું ઉડા પાણીમાં ડૂબી જવા થી મોત થતા શ્રી ગણેશજીની પ્રતિમાના વિસર્જનનો આનંદનો પર્વ આઘાતમા સરકી જવા પામ્યો હતો.કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં ગણેશોત્સવ દરમ્યાન ગણેશ સ્થાપનાને અંતે પાંચમા દિવસે ગણેશ વિસર્જન કરવાની પરંપરા અનુસાર સોમવારે ગણેશ વિસર્જન યોજાયું હતું.

ગણેશ વિસર્જન અંતર્ગત ધામધુમથી વિદાય આપવા માટે ગ્રામજનોએ ડીજે સાથે શોભાયાત્રા યોજીને અંતે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ગામના નજીકની ગોમા નદીના પટમાં વિસર્જન કરવા માટે ગામ લોકો એક ખાડામાં ઉતર્યા ત્યારે મૂર્તિ વિસર્જન કરતા સમયે ખાડાના ઉંડા પાણીમાં થાપ ખાઈ જવાથી સાત આઠ લોકો ડૂબતા હોવાની ઘટના સર્જા હતી.

જોકે તે સમયે ઘટનાસ્થળે ઉપસ્થિત તરવૈયાઓએ ઝંપલાવીને તેમજ કાંઠેથી લાકડીઓની મદદથી સાત યુવકોને સમયસર બહાર કાઢીને બચાવી લીધા હતા. પરંતુ અંતે તપાસ કરતા ગામના કાળુભાઇ વીરસિંગ પટેલીયા (ઉ.વ ૩૫) તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમને પાણીમાંથી બહાર કાઢીને બચાવ કામગીરી કરી હતી પરંતુ પાણીમાં શ્વાસ રુંધાઈ જવાને પગલે મોત નિપજ્યું હતું.

જે ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોક ફેલાયો હતો. સમગ્ર ઘટના અંગે ગ્રામજનોએ વેજલપુર પોલીસને જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.