વેનેઝુએલાના જહાજ પર અમેરિકન આર્મીનો હુમલો: ૧૧ના મોત

મુંબઈ, અમેરિકાના વેનેઝુએલાના એક જહાજ પર લશ્કરી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ૧૧ લોકોના મોત નિપજ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘આજે સવારે મારા આદેશ પર, અમેરિકન સૈન્ય દળે સાઉથકોમ ક્ષેત્રમાં ટ્રેન ડી એરાગુઆ નાર્કાે ગેંગ સામે લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ટીડીએ એક વિદેશી આતંકવાદી સંગઠન છે, જે નિકોલસ માદુરોના નિયંત્રણ હેઠળ કામ કરે છે અને અમેરિકા તેમજ સમગ્ર પશ્ચિમ ગોળાર્ધમાં સામૂહિક હત્યાઓ, ડ્રગ હેરફેર, માનવ તસ્કરી અને હિંસા તેમજ આતંકી કૃત્યોને અંજામ આપ્યા છે.’
ટ્રમ્પે કહ્યું કે, ‘આ લશ્કરી કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમેરિકા તરફ જઈ રહ્યા હતા. આ હુમલામાં ૧૧ આતંકવાદીઓના મોત થયા છે. આ કાર્યવાહીમાં અમેરિકન સેનાને કોઈ નુકસાન નથી થયું. આ સંદેશ એ દરેક વ્યક્તિ માટે ચેતવણી છે જે અમેરિકામાં ડ્રગ્સ લાવવાનું વિચારી પણ રહ્યો છે.
સાવધાવન રહો! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.’નોંધનીય છે કે, હાલમાં અમેરિકન નૌકાદળની એક મોટી ટુકડી કેરેબિયનમાં તૈનાત છે, જે તે સ્થળની નજીક છે જ્યાંથી વેનેઝુએલાના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.
૪૫૦૦ નૌકાદળના કર્મચારીઓ સાથે ચાર ડિસ્ટ્રોયર અને ટામહાક ક્‰ઝ મિસાઇલ તૈનાત કરવામાં આવી છે.વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ અમેરિકા પર તેમની સરકાર સામે લશ્કરી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે.
પહેલી સપ્ટેમ્બરે તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ સરકાર લશ્કરી ધમકીઓ દ્વારા વેનેઝુએલામાં સરકાર બદલવા માંગે છે. માદુરોએ કહ્યું હતું કે અમે અમેરિકા તરફથી કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા તૈયાર છીએ.SS1MS