પ્રિયંકાએ શાહરૂખની અટકી પડેલી ફિલ્મ સ્ટોરી પરથી દસ્તાવેજી ફિલ્મ બનાવી નાખી

મુંબઈ, ચાહકોને શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મો ખૂબ ગમતી હતી. બંને સ્ટાર્સ વિશે ઘણી વાર્તાઓ પણ ઉદ્યોગના ગલિયારાઓમાં વાયરલ થઈ રહી છે. પરંતુ બંને હવે અલગ અલગ રસ્તા પર છે.
શાહરૂખ પોતાના બાળકોની કારકિર્દી તેમજ ફિલ્મ ‘કિંગ’માં વ્યસ્ત છે, તો બીજી તરફ પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ દરમિયાન, પ્રિયંકા ચોપરાએ કિંગ ખાનની અટકી પડેલી ફિલ્મની વાર્તા પર મોટો જુગાર રમ્યો છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપરાના આગામી પ્રોજેક્ટ વિશે એક અપડેટ આવ્યું છે. જે મુજબ અભિનેત્રીએ તેના ‘પર્પલ પેબલ પિક્ચર્સ’ ના બેનર હેઠળ એક પ્રોજેક્ટ શરૂ કર્યાે છે. જે ભારતીય અને સ્વીડિશ પ્રોજેક્ટ છે. પ્રિયંકા ‘ધ સાયકલ ઓફ લવ’ નામની દસ્તાવેજી ફિલ્મમાં નિર્માતા તરીકે જોડાઈ છે.
જે પહેલા શાહરૂખ ખાન સાથે બનવાની હતી.‘ધ સાયકલ ઓફ લવ’ નામની ડોક્યુમેન્ટરી દિલ્હીના એક સ્ટ્રીટ આર્ટિસ્ટ પીકે મહાનંદિયાની રોમેન્ટિક સફર પર આધારિત છે. જેમણે ૧૯૭૭માં સ્વીડનમાં પોતાની ગર્લળેન્ડને મળવા માટે સાયકલ દ્વારા ૬૦૦૦ માઇલ એટલે કે ૯૬૫૬ કિમીની મુસાફરી કરી હતી.
આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન ઓર્લાન્ડો વોન આઈન્સિડેલ કરી રહ્યા છે, જેમની સીરિયા યુદ્ધ પરની ડોક્યુમેન્ટરી ‘ધ વ્હાઇટ હેલ્મેટ્સ’ ૨૦૧૭માં ઓસ્કાર જીતી હતી. આ ડોક્યુમેન્ટરી બોલિવૂડ ફિલ્મ ‘ઇઝહાર’ સાથે જોડાયેલી છે.
આ એ જ વિષય છે જેના પર બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક સંજય લીલા ભણસાલી ૨૦૧૩માં ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા, જેમાં શાહરૂખ ખાન પીકે મહાનંદિયાની ભૂમિકા ભજવી રહ્યો હતો, જે એક યુવાન ભારતીય હતો જેની પાસે મુઠ્ઠીભર પેઇન્ટબ્રશ અને સેકન્ડહેન્ડ રેલે સાયકલ સિવાય કંઈ નહોતું. જે પોતાની ગર્લફ્રેન્ડની શોધમાં એશિયા અને યુરોપમાં પ્રવાસ કરે છે.
પરંતુ અજ્ઞાત કારણોસર આ ફિલ્મ પડતી મૂકવામાં આવી હતી.હવે પ્રિયંકા ચોપરાએ આ વાર્તા પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી છે, એમ કહેવું ખોટું નહીં હોય કે પ્રિયંકા ચોપરા શાહરૂખ ખાનની અધૂરી પ્રેમકથા પૂર્ણ કરવા જઈ રહી છે.SS1MS