જાહ્નવી કપૂરે શ્રીદેવીની ફિલ્મની રિમેકમાં કામ કરવાની તક ઝડપી

મુંબઈ, જાહ્નવી કપૂરે અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના અભિનયને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે જાહ્નવીને શ્રીદેવીની એક હિટ ફિલ્મની રિમેક કરવાની તક મળી છે.
જાહ્નવી કપૂરની ફિલ્મ પરમ સુંદરી તાજેતરમાં રિલીઝ થઈ છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જાહ્નવીના અભિનયની પણ પ્રશંસા થઈ રહી છે અને તે દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ ચાલબાઝની રિમેક બનવા જઈ રહી છે.
એટલું જ નહીં, સમાચાર એવા પણ આવી રહ્યા છે કે શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂર આ ફિલ્મનો ભાગ બની શકે છે.જાહ્નવી માટે ‘ચાલબાઝ’ એક ફિલ્મ કરતાં વધુ છે. તે એક લાગણી છે. તેણે ‘ચાલબાઝ’માં મુખ્ય ભૂમિકા ભજવવાની તક ઝડપી લીધી છે, પરંતુ તે આ કામ ખૂબ જ કાળજીપૂર્વક કરી રહી છે.
રિપોટ્ર્સ અનુસાર, જાહ્નવી ‘ચાલબાઝ’ રિમેક માટે તેના નજીકના લોકો પાસેથી અભિપ્રાય લઈ રહી છે. તે ઉત્સાહિત છે, પરંતુ સરખામણીને લઈને પણ ચિંતિત છે.
એવી અપેક્ષા છે કે તે સપ્ટેમ્બરના અંત સુધીમાં ‘ચાલબાઝ’ રિમેક અંગે નિર્ણય લેશે.બાય ધ વે, પહેલા એવા સમાચાર હતા કે શ્રદ્ધા કપૂર ફિલ્મની રિમેકમાં જોવા મળશે. પરંતુ ફિલ્મ બની ન હતી અને હવે જાહ્નવીનું નામ સામે આવ્યું છે.
જાહ્નવીની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો, તે હવે સની સંસ્કારીની તુલસી કુમારીમાં જોવા મળશે, જેમાં તે વરુણ ધવન, સાન્યા મલ્હાત્રા અને રોહિત સરાફ સાથે છે. ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.SS1MS