નામ લીધા વગર મૃણાલ ઠાકુરે અનુષ્કા શર્માને ટોણો માર્યો

મુંબઈ, સાઉથની ફિલ્મો બાદ અભિનેત્રી મૃણાલ ઠાકુરે બોલીવુડમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. તાજેતરમાં તે સન ઓફ સરદાર ૨માં જોવા મળી હતી. જોકે, આજકાલ તે અન્ય અભિનેત્રીઓને લઈને વિવાદિત નિવેદન આપીને ચર્ચાનું કેન્દ્ર બની રહી છે.
ગયા મહિને મૃણાલ ઠાકુરે બિપાશા બાસુ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. બિપાશા બાદ હવે મૃણાલે અનુષ્કા શર્મા તરફ પોતાનું નિશાન સાધ્યું છે. રેડિટ પર મૃણાલ ઠાકુરના એક ઇન્ટરવ્યૂનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મૃણાલને પૂછવામાં આવ્યું કે, એવી કેટલી ફિલ્મો છે જે તમે રિજેક્ટ કરી અને તે હીટ થઈ છે? આ સવાલના જવાબમાં મૃણાલ ઠાકુરે જણાવ્યું કે, “એવી ઘણી ફિલ્મો છે.
હું તૈયાર ન હતી, તેથી મેં ના પાડી હતી.” મૃણાલે થોડા સંકોચ સાથે આગળ જણાવ્યું કે, “કોન્ટ્રોવર્સી થઈ જશે.”આટલું કહ્યા પછી મૃણાલે ફિલ્મનું નામ લીધા વગર કહ્યું કે, “તે ફિલ્મ સુપરહિટ હતી. તેમાં કામ કરનારી અભિનેત્રીને પણ ઉંચાઈ સુધી પહોંચવામાં મદદ કરી. પછી મને લાગ્યું કે, જો તે વખતે મેં એ ફિલ્મ કરી હોત તો હું સ્વયંને ગુમાવી દેતી. તે અભિનેત્રી આજે કામ નથી કરી રહીં અને હું કરી રહીં છું.
આ મારી એક જીત છે.”મૃણાલે આગળ જણાવ્યું કે, “કારણ કે હું એક પળની સંતુષ્ટિ અથવા એક ઝાટકે મળનારૂં ફેમ નથી ઈચ્છતી. તે જેવું મળે છે, એવું ચાલ્યું પણ જાય છે.”મૃણાલ ઠાકુર ‘જર્સી’ ફિલ્મના પ્રમોશન માટે બિગ બોસની ૧૫મી સીઝનમાં ગઈ હતી. ત્યારે સલમાન ખાને જણાવ્યું હતું કે, ‘સુલતાન’ ફિલ્મમાં પહેલા મૃણાલને લેવાની હતી. ત્યારે તેની બોડી પહેલવાન જેવી હતી.
પરંતુ તેને ખબર હતી કે, તે ઘણી આગળ વધશે. તેથી મૃણાલે જે અભિનેત્રીની વાત કરી છે, તે અભિનેત્રી અનુષ્કા શર્મા હોવાની ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, અન્ય અભિનેત્રીને લઈને કરેલી ટિપ્પણીને લઈને યુઝર્સે મૃણાલ ઠાકુરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
વીડિયોના કોમેન્ટ બોક્સમાં એક યુઝર્સે લખ્યું કે, ઘણી દુષ્ટ છોકરીઓવાળી એનર્જી છે. તે કામ નથી કરી રહી છે અને હું કરી રહીં છું. હું એવી મહિલાઓની રિસ્પેક્ટ નથી કરી શકતી જે અન્ય મહિલાઓને નીચી દેખાડે. બીજા યુઝર્સે લખ્યું તે, અન્યને નીચા પાડીને પોતાના વખાણ કરવા એ મૃણાલની પેટર્ન છે.SS1MS