Western Times News

Gujarati News

વિવેક અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ખાસ શું અપીલ કરી?

મુંબઈ, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ફિલ્મો આપનાર દિગ્દર્શક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રી હવે તેની નવી ફિલ્મ ‘ધી બંગાલ ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઇ રહી છે.

આ ફિલ્મમાં પલ્લવી જોશી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએકે આ ફિલ્મ રિલીઝ થાય તેની પહેલા જ ફિલ્મ ખૂબ જ વિવાદમાં રહી છે.

હાલમાં જ દિગ્દર્શકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ખાસ અપીલ કરી હતી તેણે એકસ હેન્ડલ પર તેનો વીડિયો શેર કરી જણાવ્યું હતું કે, ‘ધ બંગાળ ફાઇલ્સ’ બંગાળમાં કેમ રિલીઝ થવી જોઈએ? વિવેકનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં ઘણા ડિસ્ટ્રિબ્યૂટર રાજકીય દબાણને કારણે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવાથી ડરી રહ્યા છે.

તેમનું માનવું છે કે ઘણા લોકો ફિલ્મની સ્ક્રીનિંગ રોકવાની કોશિશ કરી રહ્યા છે. અહીં સુધી કે ફિલ્મ પર પ્રતિબંધ લાદવા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

એમ પણ કહ્યું કે તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, જેનાથી તે સતત કાયદાકીય પ્રક્રિયાથી ઘેરાયેલા છે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ મુખ્યમંત્રી મમતા બેનરજીને તેમની બંધારણીય શપથને ટાંકીને કહ્યું કે, મુખ્યમંત્રીનું પહેલું કર્તવ્ય એ છે કે તે તેના રાજ્યમાં નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા કરે.

જ્યારે ફિલ્મ સેંસર બોર્ડ પાસે મંજૂરી મળી ગઈ છે, ત્યારે કોઈ પણ રીતે આ ફિલ્મને રિલીઝ થવાથી રોકવી સંવિધાનના વિરુદ્ધ છે. ભારતના ઇતિહાસમાં બંગાળનો અધ્યાય ખૂબ જ પીડાદાયક અને સંવેદનશીલ રહ્યું છે.

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ એક્શન ડે અને નોઆખલી હત્યાકાંડ જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ દુર્ઘટનાઓને ઇતિહાસમાંથી ભૂંસી નાખવા અથવા ભૂલી જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેનો દાવો છે કે ‘ધ બંગાલ ફાઇલ્સ’ કોઈ ધર્મ કે સમુદાયની વિરુદ્ધ નથી, પણ તે તાકાતોને ઉજાગર કર રહી છે, જે માણસાઈની સામે ગુનો કર્યાે છે.

તેમને વિનંતી કરી છે કે ફિલ્મને પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ તરીકે રિલીઝ કરવામાં આવે. વિવેકે કહ્યું, ‘અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ ફિલ્મ પર પ્રતિબંધ ન લગાવો. ફિલ્મ જુઓ, તેને સમજો, તેના પર ચર્ચા કરો, પરંતુ સત્યને છુપાવાની કોશિશ ન કરો.

જો આપણે ડાયરેક્ટ એક્શન ડે અને નોઆખાલી હત્યાકાંડની વાર્તા નહી જણાવીએ તો કોણ બતાવશે? જો અમે અત્યારે નહીં કહીશું તો ક્યારે કહીશું? પછી પણ જો તમને લાગે છે કે ભારતમાં હિન્દુ ઇતિહાસ, હિન્દુ નરસંહાર વિશે સત્ય જણાવવું પાપ છે, તો હું પાપી છું. તમે મને જે ઈચ્છો તે સજા આપી શકો છો.’અમુક દિવસો પહેલા જ વિવેકે જણાવ્યું હતું કે ફિલ્મની રિલીઝ સંબંધિત લગભગ ધમકીઓ મળી રહી છે. તેણે દાવો કર્યાે કે તેના પરિવાર સાથે પણ ઘટનાઓને જોડવામાં આવી રહી છે. આ ફિલ્મ ૫ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.