Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 5 સપ્‍ટેમ્‍બર સુધી સ્‍થગિત કરવામાં આવી

(જૂઓ વિડીયો) પથ્‍થરો પડવાથી વાહનવ્‍યવહાર પણ પ્રભાવિત થયો

હિમાચલ પ્રદેશના ઘણા વિસ્‍તારોમાં સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્‍ખલનના કારણે ખરાબ પરિસ્‍થિતિ સર્જાઈ છે. રસ્‍તાઓ તૂટી ગયા છે, પુલ ધોવાઈ ગયા છે અને હાઇવે પર પથ્‍થરો પડવાથી વાહનવ્‍યવહાર પણ પ્રભાવિત થયો છે.

મંડીના સુંદરનગરમાં થયેલા મોટા ભૂસ્‍ખલનમાં મૃત્‍યુઆંક ૬ પર પહોંચી ગયો છે. ત્રણ લોકોના મળતદેહ બહાર કાઢવામાં આવ્‍યા છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. ઘરની છત કાપીને બે લોકોના મળતદેહ બહાર કાઢવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત, કાટમાળ નીચેથી એક વ્‍યક્‍તિનો મળતદેહ બહાર કાઢવામાં આવ્‍યો હતો, જે સ્‍કૂટર સાથે દટાયેલો હતો. કુલ્લુના આંતરિક અખાડા બજારમાં ભૂસ્‍ખલનમાં બે લોકો કાટમાળ નીચે પણ દટાયા છે.

આંતરિક કુલ્લુના અખાડા બજાર વિસ્‍તારમાં મોડી રાત્રે ભૂસ્‍ખલનની એક મોટી ઘટના બની હતી. એક ઘર પર પડેલા ટેકરીના કાટમાળ નીચે બે લોકો દટાયા છે. ઘટનાની માહિતી મળતાં જ NDRF, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરાખંડના નૈનીતાલમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નૈનીતાલના ઘણા વિસ્‍તારોમાં ૧૦૦ મીમીથી વધુ વરસાદ પડ્‍યો છે.

આ સાથે, પિથોરાગઢના ગંગોલીઘાટ, દહેરાદૂનના મસૂરીમાં પણ ૯૦ મીમીની આસપાસ વરસાદ નોંધાયો છે.  ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્‍જ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. દહેરાદૂન, ઉત્તરકાશી, ચંપાવત, બાગેશ્વર, નૈનીતાલ, ઉધમ સિંહ નગર માટે ઓરેન્‍જ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે.

બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. ઉત્તરાખંડમાં પણ ચારધામ યાત્રા ૫ સપ્‍ટેમ્‍બર સુધી સ્‍થગિત કરવામાં આવી છે. તે જ સમયે, બાગેશ્વર, ઉત્તરકાશી, ઉધમ સિંહ નગર, ચંપાવત, ટિહરીમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.