Western Times News

Gujarati News

મર્સિડીઝ-બેન્ઝે અમદાવાદમાં AMG CLE 53 4MATIC+ Coupé લોન્ચ કરી

 ગુજરાતમાં લક્ઝરી પર્ફોર્મન્સ માર્કેટને પુનઃવ્યાખ્યાયિત કરે છે. ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં 2025 માટેના ડ્રીમ ડેઝ ફેસ્ટિવ કેમ્પેઇનનો પ્રારંભ કર્યો

હાઇ-પર્ફોર્મન્સ લક્ઝરી કૂપે અત્યાધુનિક ટેક્નોલોજી, ટ્રેક-બ્રેડ એન્જિનિયરિંગ તેમજ ઇ-ક્લાસના સ્પેસ તથા સ્ટેટસ અને સી-ક્લાસની ચપળતા તથા સ્પોર્ટીનેસનો સમન્વય ધરાવે છે

ગ્રાહકો માટે ડ્રીમ ડેઝ ફેસ્ટિવ ઓફરઃ 1 ટકા એક્સ-શોરૂમ કિંમત સાથેના આકર્ષક ઈએમઆઈ, કી ટુ કી ચેન્જ, ટ્રેડ-ઇન લાભો, સીઝનલ પેમેન્ટ પ્લાન્સ, આ તહેવારોની મોસમમાં ગ્રાહકોનો રોમાંચ વધારવા માટે ઝડપી અપગ્રેડ્સ માટે ઝીરો ડાઉનપેમેન્ટ્સ

“અમે ગુજરાતમાં આ શક્તિશાળી AMG કૂપે લોન્ચ કરતા રોમાંચિત છીએ. મર્સિડીઝ-બેન્ઝ માટેના મહત્વના બજાર તરીકે ગુજરાતે હંમેશા પર્ફોર્મન્સ વ્હીકલ્સ સહિતના ટોપ-એન્ડ લક્ઝરી વ્હીકલ્સ માટેની શક્તિશાળી માંગ દર્શાવી છે. AMG CLE 53 સાથે અમે આ પ્રદેશમાં લક્ઝરી પર્ફોર્મન્સ સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવામાં આગળ વધીએ છીએ. AMG CLE 53 નું લોન્ચ અને અત્યંત આતુરતાથી જેની પ્રતીક્ષા થઈ રહી છે તે ‘ડ્રીમ ડેઝ’ ફેસ્ટિવ કેમ્પેઇનનો પ્રારંભ એ સમગ્ર ભારતમાં તહેવારોની મોસમની શરૂઆત સાથે થઈ રહ્યો છે જે ગુજરાતમાં અમારા માનવંતા ગ્રાહકો માટે તહેવારોની ભાવનામાં વધારો કરે છે.” Mercedes-Benz launches the exhilarating AMG CLE 53 4MATIC+ Coupé in Ahmedabad

બ્રેન્ડન સિસ્સિંગ, વાઇસ પ્રેસિડેન્ટ – સેલ્સ એન્ડ માર્કેટિંગ, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા

  • મર્સિડીઝ-બેન્ઝે ગ્રાહકો માટે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ્સ ઓફર કરતું ‘ડ્રીમ ડેઝ’ ફેસ્ટિવ કેમ્પેઇન શરૂ કર્યું
  • અમદાવાદ એ પશ્ચિમના વિસ્તારોમાં મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મહત્વના મેટ્રો માર્કેટ્સ પૈકીનું એક રહ્યું છે જ્યાં રૂ. 1.5 કરોડથી વધુની કિંમતના ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટ માટે મજબૂત માંગ જોવા મળી છે
  • ડબલ ટર્બોચાર્જિંગ સાથે 3.0 લિટર M 256M ઇનલાઇન સિક્સ-સિલિન્ડર એન્જિન 5,800-6,100 આરપીએમ પર 330 kW (449 hp) અને 2,200-5,000 આરપીએમ પર 560 Nm ટોર્ક (ઓવર બૂસ્ટ સાથે લગભગ 600 Nm) પેદા કરે છે
  • ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર-જનરેટર (આઈએસજી) શોર્ટ-ટર્મ બૂસ્ટિંગ માટે વધારાનો 17 kW (23 hp) અને 205 Nm પૂરો પાડે છે અને 48-વોલ્ટ ઓન-બોર્ડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમને ફીડ કરે છે
  • સેન્ટ્રલ રાઉન્ડ ટેકોમીટર દર્શાવતા ક્લાસિક, સ્પોર્ટ અને એએમજી એક્સક્લુઝિવ સુપરસ્પોર્ટ મોડ સહિતના એએમજી-સ્પેસિફિક ડિસ્પ્લે સાથે લેટેસ્ટ જનરેશન MBUX
  • ફુલ્લી વેરિએબલ એએમજી પર્ફોર્મન્સ 4MATIC+ ઓલ-વ્હીલ ડ્રાઇવ જેમાં રિઅરથી ઓલ-વ્હીલ ડ્રાઇવમાં સતત પરિવર્તન થતું રહે છે
  • એડપ્ટેડ શિફ્ટ ટાઇમ્સ, ક્વિક રએક્શન્સ, ડબલ-ડિક્લચિંગ ફંક્શન અને મલ્ટીપલ ડાઉનશિફ્ટસ સાથે AMG SPEEDSHIFT TCT 9G ટ્રાન્સમિશન
  • સ્ટીલ સસ્પેન્સન, સ્પોર્ટી સ્પ્રિંગ-ડેમ્પર સેટ-અપ અને ત્રણ લેવલ્સમાં પસંદ કરી શકાય તેવા એડપ્ટિવ એડજસ્ટેબલ ડેમ્પિંગ સાથે AMG RIDE CONTROL ચેસિસ
  • વધુ ચપળતા અને સ્થિરતા માટે 2.5 ડિગ્રીના મેક્સિમમ સ્ટીઅરિંગ એંગલ સાથે કામ કરતું સ્ટાન્ડર્ડ રિઅર એક્સલ સ્ટીઅરિંગ
  • 0-100 કિમી પ્રતિ કલાકનું એક્સીલરેશન માત્ર 4.2 સેકન્ડ્સમાં જેમાં ઇલેક્ટ્રોનિકલી લિમિટેડ ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે (એએમજી ડ્રાઇવર્સ પેકેજ સાથે વૈકલ્પિક 270 કિમી પ્રતિ કલાક)
  • વ્યક્તિગતપણે વાહનની લાક્ષણિકતાઓ નક્કી કરવા માટે પાંચ AMG DYNAMIC SELECT ડ્રાઇવિંગ પ્રોગ્રામ્સ- સ્લીપરી, કમ્ફર્ટ, સ્પોર્ટ, સ્પોર્ટ પ્લસ અને ઇન્ડિવિડ્યુઅલ
  • કમ્બાઇન્ડ ફ્યુઅલ કન્ઝમ્પશન (ડબ્લ્યુએલટીપી) – 9.3-9.7 લિટર પ્રતિ 100 કિમી
  • અમદાવાદમાં Mercedes-AMG CLE 53 4MATIC+ કૂપેની કિંમત રૂ. 1.35 કરોડ (એક્સ-શોરૂમ, ઓલ ઈન્ડિયા) રહેશે

અમદાવાદઃ ભારતની સૌથી વધુ ઇચ્છનીય લક્ઝરી કારમેકર મર્સિડીઝ-બેન્ઝે ગુજરાતમાં લેટેસ્ટ એએમજીની શરૂઆત કરતા અમદાવાદમાં અદ્વિતીય Mercedes-AMG CLE 53 4MATIC+ Coupé નું આજે લોન્ચિંગ કર્યું હતું. આ રજૂઆત સાથે મર્સિડીઝ-બેન્ઝ મહત્વના પશ્ચિમી બજારમાં તેનો ટોપ-એન્ડ વ્હીકલ પોર્ટફોલિયો મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. કંપની માટે આ ખૂબ જ મહત્વનું બજાર છે જ્યાં મર્સિડીઝ-એએમજી અને ટોપ-એન્ડ લક્ઝરી કાર માટેની માંગમાં સતત નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

મર્સિડીઝ-બેન્ઝે અન્ય મહત્વના બજારોની સાથે સાથે ગુજરાતમાં 2025નું ફેસ્ટિવ કેમ્પેઇન પણ રજૂ કર્યું છે. ડ્રીમ ડેઝ નામનું આ કેમ્પેઇન તહેવારોના રોમાંચ જગાવવા અને ગ્રાહક સેન્ટિમેન્ટને આગળ વધારવા માટેનું નવીનતમ અને ધ્યાનપૂર્વક બનાવવામાં આવેલું ફાઇનાન્શિયલ સોલ્યુશન છે. મર્સિડીઝ-બેન્ઝ ડ્રીમ ડેઝ 360 ડિગ્રી ફેસ્ટિવ કેમ્પેઇન છે જેનો ઉદ્દેશ્ય દરેક ટચ પોઇન્ટ પર ગ્રાહકો માટે સર્વશ્રેષ્ઠ મર્સિડીઝ-બેન્ઝ લક્ઝરી અનુભવ ઊભો કરવાનો અને મજબૂત એટીએલ તથા કેન્દ્રિત ઓન-ગ્રાઉન્ડ કેમ્પેઇનના આધારે નવીનતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરવાનો છે.

ગ્રાહકો માટે આ કેમ્પેઇન નવીનતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરે છે જેનો ધ્યેય પોતાની સપનાંની મર્સિડીઝ-બેન્ઝ ખરીદવા માટે આગળ વધવા તેમને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાળજીપૂર્વક બનાવાયેલી પહેલ ગ્રાહકોને રોમાંચિત કરે તથા બજારમાં હકારાત્મક સેન્ટિમેન્ટ ઊભું કરે તેવી સંભાવના છે. આ કેમ્પેઇન એવા ઉભરતા બજારોમાં ગ્રાહકોની મહત્વાકાંક્ષાઓને સંતોષવા પર પણ કેન્દ્રિત છે જે ભાવિ વિકાસની સંભાવના ધરાવે છે અને જ્યાં મર્સિડીઝ-બેન્ઝ તેની હાજરી વિસ્તારી રહી છે.

Mercedes-AMG CLE 53 4MATIC+ Coupé ના લોન્ચનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ગ્રાહકોની ઉજવણી વધારવાનો છે જ્યાં વૈભવી વસ્તુઓના વપરાશમાં તહેવારોના સમયમાં વધારો થતો હોય છે. સ્પોર્ટી, એલિગન્ટ ટુ-ડોર મોડલ બે વિશિષ્ટ વર્ગોનું સંયોજન કરે છે – ઇ-ક્લાસના સ્પેસ, એલિગન્સ અને સ્ટેટસની સાથે સી-ક્લાસની ચપળતા અને સ્પોર્ટીનેસ. આ મોડલ પર્ફોર્મન્સ માટે ઉત્સાહી ગ્રાહકો માટે અદ્ભુત રોડ પ્રેઝન્સની સાથે અનન્ય ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે.

પ્રોડક્ટની મુખ્ય ખાસિયતોઃ શક્તિશાળી એએમજી પર્ફોર્મન્સઃ CLE 53 એ 3.0 લિટર ઇનલાઇન સિક્સ-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 449 hp અને 560 Nm નો ટોર્ક પેદા કરે છે (ઓવરબૂસ્ટ સાથે 560 Nm). તે માત્ર 4.2 સેકન્ડ્સમાં જ 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

ઇલેક્ટ્રિફાઇડ સપોર્ટઃ ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (આઈએસજી) વધારાનો 23 hp અને 205 Nm પૂરો પાડે છે જે ઇન્સ્ટન્ટ ટોર્ક ડિલિવરી અને સ્મૂધ હાઇબ્રિડ ફંક્શન્સ સુનિશ્ચિત કરે છે.

ડ્રાઇવિંગ ડાયનેમિક્સઃ આ મોડલ AMG Performance 4MATIC+ ઓલ-વ્હીલ ડ્રાઇવ, AMG SPEEDSHIFT TCT 9G ટ્રાન્સમિશન અને પાંચ ડાયનેમિક ડ્રાઇવિંગ મોડ્સ (સ્લીપરી, કમ્ફર્ટ, સ્પોર્ટ, સ્પોર્ટ પ્લસ, ઇન્ડિવિડ્યુઅલ) ધરાવે છે જે અદ્ભુત ચપળતા અને અનુકૂલનશીલતા પૂરી પાડે છે.

વધુ સારું હેન્ડલિંગઃ સ્ટાન્ડર્ડ રિઅર એક્સેલ સ્ટીઅરિંગ ઓછી ઝડપે ચપળતા અને વધુ ઝડપે સ્થિરતા વધારે છે. AMG RIDE CONTROL suspension થી કમ્ફર્ટ, સ્પોર્ટ અને સ્પોર્ટ પ્લસ વચ્ચે પસંદગીયુક્ત ડેમ્પિંગ થઈ શકે છે.

બેનમૂન ઇન્ટિરિયર્સ અને ડિઝાઇનઃ લેટેસ્ટ જનરેશન MBUX ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એએમજી-સ્પેસિફિક ડિસ્પ્લે, 64 કલર્સ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ અને એક્સક્લુઝિવ એએમજી સ્પોર્ટ સીટ્સ સાથે CLE 53 રોજબરોજના આરામ અને કાયમી સુંદરતાનું અનેરું સંતુલન સાધે છે.

ગુજરાત મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા માટે મહત્વનો પ્રદેશ રહ્યો છે જે સૌથી ઝડપથી વિકસતા લક્ઝરી માર્કેટ્સ પૈકીના એકનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ કરીને અમદાવાદ તેના ઉદ્યોગસાહસિક અને શ્રીમંત ગ્રાહક વર્ગના લીધે હાઇ-એન્ડ લક્ઝરી કાર માટેના ટોચના માર્કેટ તરીકે ઊભરી આવ્યું છે. યોગાનુયોગે તહેવારોના સમયે જ CLE 53નું લોન્ચિંગ થઈ રહ્યું હોવાથી મર્સિડીઝ-બેન્ઝને પોતાની ઉજવણીઓમાં વિશેષતા તથા રોમાંચ ઇચ્છતા પર્ફોર્મન્સ-પ્રેમી ખરીદદારો તરફથી મજબૂત પ્રતિભાવ મળે તેવી અપેક્ષા છે.

કિંમતો અને ઉપલબ્ધતા Mercedes-AMG CLE 53 4MATIC+ Coupé ની કિંમત રૂ. 1.35 કરોડ (એક્સ-શોરૂમ, ભારત) રાખવામાં આવી છે અને તે સમગ્ર ગુજરાત અને અમદાવાદની તમામ મર્સિડીઝ-બેન્ઝ ડિલરશીપ ખાતે બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. ડિલિવરી તાત્કાલિક ધોરણે શરૂ થવાની સંભાવના છે.

ડ્રીમ ડેઝ ફેસ્ટિવલઃ ડ્રીમ ડેઝ સાથે મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા મર્સિડીઝ-બેન્ઝ ખરીદવાની ઇચ્છા રાખતા ગ્રાહકો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને ગહન બનાવે છે અને તમામ શહેરોના સિદ્ધિઓ હાંસલ કરનારાઓ તથા નવા જમાનાના મહત્વાકાંક્ષી યુવાનોને સક્ષમ બનાવે છે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા અનોખા પ્રકારની ઓન-ગ્રાઉન્ડ ઇવેન્ટ ડ્રીમ ડેઝ ફેસ્ટિવલ લોન્ચ કરી રહી છે જે ઓક્ટોબર 2025થી શરૂ થશે. અમદાવાદમાં તે પહેલી અને બીજી નવેમ્બર, 2025ના રોજ યોજાય તેવી સંભાવના છે. આ બે દિવસના ફેસ્ટિવલમાં સેડાન, એસયુવી, બીઈવી, એએમજી અને આઈકોનિક જી સહિતની તમામ રેન્જની મર્સિડીઝ-બેન્ઝ કારને રજૂ કરવામાં આવશે.

દરેક દિવસે 300થી વધુ સહભાગીઓને આકર્ષતો મર્સિડીઝ-બેન્ઝ ડ્રીમ ડેઝ ફેસ્ટિવલ ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાયેલા ડ્રાઇવિંગ ટ્રેકનું વચન આપે છે જે એસયુવી અને સેડાનની ટેક્નિકલ તાકાત અને બહુમુખી પ્રતિભા દર્શાવે છે. ગ્રાહકો કાર ચલાવતી વખતે સ્લાઇડ સ્લોપ, આર્ટિક્યુલેશન, સ્ટેપ્ડ ઇન્ક્લાઇન, સ્મૂધ ડિસન્ટ, જી-ટર્ન, સ્લેલોમ અને ઇમર્જન્સી બ્રેકિંગ સહિતના અનેક ગતિશીલ રસ્તા અને સિમ્યુલેશનનો અનુભવ કરશે. આ ફેસ્ટિવલમાં ઇમર્સિવ બર્મેસ્ટર સાઉન્ડ અનુભવ પણ સમાવિષ્ટ છે જે બ્રાન્ડ અને તેના માનવંતા ગ્રાહકો વચ્ચે લાગણીકીય સંબંધને વધુ ગહન બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટનું સમાપન સનડાઉનર સાથે થશે.

Media Contact: Mercedes-Benz India: Shekhar Das Chowdhury | [email protected]

Rutuja Deshetti | [email protected]

Adfactors PR: Chirag Bhanushali | +91 97695 21055 | [email protected]

Priyanka Singh | +91 82911 38556 | [email protected]


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.