ભારત પર વધુ પ્રતિબંધો લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ચીમકી

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૫૦ ટકા ટેરિફ ઝીંકી હોવા છતાં ભારતે સહેજ પણ મચક આપી નથી. ભારતના આ વલણથી સમસમી ઊઠેલા ટ્રમ્પે ફરી એક વાર ચીમકી આપી છે.
ટ્રમ્પે ભારત પર તબક્કાવાર પ્રતિબંધો ઝીંકવાની ચીમકી આપતા કહ્યું હતું કે, ૫૦ ટકા ટેરિફ ઝીંક્યા પછી પણ કોઈ અસર ના થઈ હોય તો હવે બીજા અને ત્રીજા તબક્કાની કાર્યવાહી થશે.
ભારતે અમેરિકાની કાર્યવાહીથી બચવું હોય તો રશિયા પાસેથી ક્‰ડ ઓઈલ ખરીદવાનું બંધ કરવું પડશે. ભારતને આપેલી જૂની ચેતવણી યાદ કરાવતા ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયન ઓઈલ ખરીદવાનું બંધ ન થાય તો ભારત માટે મોટી મુસીબત ઊભી થવાની આશંકા વ્યક્ત કરેલી જ હતી. રશિયા પાસેથી ક્‰ડ ઓઈલ ખરીદવાનું બંધ કરે તે માટે ૨૫ ટકા એડિશનલ ટેરિફ લગાવી છે.
આ ટેરિફથી રશિયાને સેંકડો અબજ ડોલરનું નુકસાન થયું છે. આ પગલાને પણ નક્કર કાર્યવાહી સમજવામાં ન આવે તો બીજા અને ત્રીજા તબક્કાનું આયોજન તૈયાર છે. બે અઠવાડિયા અગાઉ ભારતને ચેતવણી આપી હતી અને હવે તે મુજબ જ થઈ રહ્યું છે. ભારત પર પ્રતિબંધો ઝીંકવાની વાત કરી તેના થોડા સમય પહેલા ટ્રમ્પે વાટાઘાટોનો માર્ગ ખુલ્લો હોવાનો સંકેત આપ્યો હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા પાસેથી સૌથી વધુ ટેરિફ વસૂલનારા દેશોમાં ભારતનો સમાવેશ થતો હતો. હવે એ જ ભારત અમેરિકાને ઝીરો ટેરિફની ઓફર કરી રહ્યું છે. થોડા દિવસોમાં યુરોપિયન સંઘ અને જાપાન જેવી જ ટ્રેડ ડીલ ભારત સાથે થવાની શક્યતા પણ ટ્રમ્પે વ્યક્ત કરી હતી.SS1MS