ઇમરાન હાશ્મી ૨ વર્ષથી એક જ ડાયેટ ફોલો કરે છે

મુંબઈ, તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઇમરાન હાશ્મીએ પોતાનાં રોજિંદા ડાયેટ વિશે ખુલાસો કર્યાે. તેણે કહ્યું, “હું દિવસની શરૂઆત સલાડની પ્લેટથી કરું છું. ત્યારબાદ ચિકન કીમા આવે છે, કારણ કે તે પચવામાં સરળ છે.
હું નિયમિત ચિકન ખાઈ શકતો નથી, કારણ કે તેમને ચિકનનો સ્વાદ ગમતો નથી. તેના વિકલ્પમાં મારી પાસે બાફેલા શક્કરિયાનો બાઉલ પણ છે.”આ અંગે વિગતે વાત કરતા ઇમરાને કહ્યું, “આ ખાસ ડાયેટ હું ૨ વર્ષથી ફોલો કરી રહ્યો છું.
મારા રસોઈયા લગભગ એક અઠવાડિયા સુધીનું બધું એકસાથે જ બનાવે છે, અમે તેનો સ્ટોક કરીએ છીએ. પછી અમે ફક્ત દિવસોમાં તેને વહેંચી દઇએ છીએ.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમના પરિવારને પણ આવું જ ભોજન ખાવું પડે છે, ત્યારે તેમણે મજાકમાં જવાબ આપ્યોઃ “મારી પત્ની મને છોડીને જવાનું વિચારી રહી છે.”
આ પ્રકારના ડાયેટની એક ખાસ રીત અને નિયમ હોય છે, જેના કારણે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે, કાર્બાેહાઇડ્રેટ્સ ખાતા પહેલા એક વાટકી સલાડ ખાવું એ માત્ર એક સ્વસ્થ આદત નથી પરંતુ એક સ્માર્ટ બ્લડ સુગર મેનેજમેન્ટની રીત છે.ઇમરાન હાશ્મીની ખાવાની રીતને મોનોટ્રોફિક રીત તરીકે ઓળખવામાં છે.
નિષ્ણાતોના મતે મોનો ડાયેટમાં ૨૪થી ૭૨ કલાક માટે માત્ર એક જ ખોરાક ખાવાનો સમાવેશ થાય છે, જે મિનિમલ લાઇફ્સ્ટાઇલ અને ઓછામાં ઓછા ભોજનની ફિલોસોફી પર આધારિત છે.
નિષ્ણાતો કહે છે કે, ફક્ત એક જ પ્રકારનો ખોરાક ખાવાથી, પાચનતંત્ર પર જટિલ સંયોજનોથી બનતા વિવિધ પ્રકારના ભોજનનો વધુ પડતો બોજ પડતો નથી, જે ક્યારેક પેટનું ફૂલવું, અપચો અથવા અન્ય પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે, આ બધાથી બચી શકાય છે.SS1MS