અભિનેતા જોને ફિલ્મ ‘ફોર્સ ૩’ની તૈયારીઓ શરૂ કરી

મુંબઈ, ૨૦૧૧ માંજોન અબ્રાહમે નિશિકાંત કામત દ્વારા નિર્દેશિત ફોર્સમાં એસીપી યશવર્ધન સિંહ તરીકે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સ્લીપર હિટ સાબિત થઈ હતી. એ વખતે તેણે આ ફિલ્મમાં એક ભારેભરખમ બાઇક ઉઠાવીને ફેંકવાનો સીન જાતે કરેલો અને તેના માટે ખાસ ટ્રેનિંગ લીધી હતી, તેની ઘણી ચર્ચા હતી. જોહ્ને ફરી૨૦૧૬માં સોનાક્ષી સિંહા સાથે ‘ફોર્સ ૨’ કરી હતી.
સાત વર્ષ પછી, જોન અબ્રાહમે ફ્રેન્ચાઇઝીને રીબૂટ કરવાનું પ્લાનિંગ કરી લીધું છે, પ્રોડ્યુસર વિપુલ શાહ પાસેથી ફ્રેન્ચાઇઝના અધિકારો પાછા ખરીદી લીધાં છે. જોહ્ન છેલ્લા ૨ વર્ષથી ‘ફોર્સ ૩’પર ચૂપચાપ કામ કરી રહ્યો છે, ત્યારે હવે એવા અહેવાલો છે કે જોન અબ્રાહમ ‘ફોર્સ ૩’નું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે.
આ ફિલ્મના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, “જોન અબ્રાહમે ‘ફોર્સ ૩’નું ડિરેક્શન કરવા માટે ભવ ધુલિયાને પસંદ કર્યા છે. જોન અબ્રાહમ ફોર્સ ફ્રેન્ચાઇઝને ફરીથી શરૂ કરી રહ્યો છે, કારણ કે તે એસીપી યશવર્ધન સિંહના પાત્રમાં ખૂબ વિશ્વાસ રાખે છે.
તેમણે એક એવી ફિલ્મ બનાવી છે જે ફોર્સ ફ્રેન્ચાઇઝની દેશીએક્શન સાથે તૈયાર થઈ રહી છે અને દિગ્દર્શનની જવાબદારીઓ ભવ ધુલિયાને સોંપી છે.”સૂત્રએ વધુમાં જણાવ્યું કે,“ભવે સ્ક્રિપ્ટમાં પોતાનો સ્પર્શ લાવ્યો છે અને જોન અબ્રાહમ સાથે આ એક્શનથી ભરપૂર સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છે. ફોર્સ ૩ ૨૦૨૫ના અંતમાં ફ્લોર પર જવાની અપેક્ષા છે.
જોન ઉપરાંત, નિર્માતાઓ ફિલ્મના નકારાત્મક પાત્ર ભજવવા માટે એક મજબૂત નામ પસંદ કરવા માંગે છે. આ વિચાર બે મજબુત એક્ટર્સ વચ્ચે એક્શન ક્લેશ બનાવવાનો છે, જેમ કે ‘ફોર્સ’માં જોન અબ્રાહમ અને વિદ્યુત જામવાલ.”જ્હોન અબ્રાહમ હાલમાં રાકેશ મારિયા પરની બાયોપિકનું શૂટિંગ કરી રહ્યો છે, જે ૨૦૨૬ના પહેલા ભાગમાં મોટા પડદે આવવાની છે. તે આગામી વર્ષના બીજા ભાગમાં ફોર્સ ૩નું કામ શરૂ કરશે.SS1MS