RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી: ૩૨૦૦ વાહન ચાલકોના લાયસન્સ રદ

File Photo
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો માટે શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમનનો ભંગ કરીને બેફામ ડ્રાઇવિંગ કરનારા અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકનારા વાહનચાલકો પર હવે પોલીસની ચાંપતી નજર રહેશે. જો વાહન ચલાવતા સમયે નિયમોનું પાલન નહીં કરે, તેમના માટે હવે લાયસન્સ રદ કરવી એવી પગલાં લેવામાં આવી રહી છે.
એન એન ચૌધરી, ત્નઝ્રઁ ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિકના વધતા બોજ અને અકસ્માતોની સંખ્યા પોલીસ માટે એક મોટો પડકાર બની ગઈ છે. વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર અને અકસ્માત સર્જનારા વાહનચાલકો સામે હવે પોલીસ લાલ આંખ કરી છે.
જો કોઈ વાહનચાલક અકસ્માત સર્જે છે અથવા સતત નિયમ ભંગ કરતો હોય, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદ આરટીઓને ૫૪૦૦ જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટેની જાણ કરાવવામાં આવી હતી, જેમાંથી ૩૨૦૦ વાહનચાલકોના લાયસન્સ હવે રદ કરવામાં આવ્યા છે.
શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે પોલીસ લાંબા સમયથી લોકોને નિયમોનું પાલન કરવા અંગે સમજાવતી રહી છે. પરંતુ કેટલાક વાહનચાલકો સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. ખાસ કરીને હેલ્મેટ નહીં પહેરવું, રોંગ સાઇડમાં વાહન ચલાવવું અને વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવો એ ગંભીર બાબતો બની ગઇ છે.
આ માટે હવે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલિસ દ્વારા ખાસ જણાવાયું કે જે વાહનચાલકો અકસ્માત કરીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે, તેમના લાયસન્સ રદ કરવામાં આવે છે. ઉપરાંત, હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવનાર અને ૫ મેમો ઇશ્યુ થવા છતાં નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોના લાયસન્સ પણ હવે રદ કરવામાં આવી રહ્યા છે.
આથી તમામ વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે ટ્રાફિક નિયમોને મજાકમાં ન લેશો, નહીં તો કડક પગલાંનો સામનો કરવો પડશે. શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા આવતા સમયમાં પણ નિયમોનું પાલન કરાવવાના અને ટ્રાફિક સુરક્ષા વધારવાના ઉદ્દેશથી આવકારા વાહનચાલકો સામે સખત પગલાં ચાલુ રહેશે. શહેરના લોકો માટે સુરક્ષિત માર્ગવ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આ કડક નિર્ણય મહત્વપૂર્ણ અને આવશ્યક છે.