Western Times News

Gujarati News

Ahmedabad મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ આવકમાં નોંધપાત્ર વધારો

AI Image

ગણેશ વિસર્જન માટે ફાયર વિભાગના ર૬પ કર્મચારીઓ તૈનાત રહેશે -દેવાંગ દાણી

ર૦ર૪-રપમાં રૂ.ર હજાર કરોડ કરતા વધુ રેવન્યુ પુરાંત

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી છલકાઈ છે. નાણાંકિય વર્ષ ર૦ર૪-રપમાં રૂ.ર હજાર કરોડ કરતા વધુ રેવન્યુ પુરાંત રહેતા ર૦રપ-ર૬માં વિકાસના કામોમાં વેગ આવશે. પંડિત દિનદયાળ હોલના ગ્રાઉન્ડ ફલોરને બેસણાં જેવા સામાજીક કામો માટે ભાડે આપવામાં આવશે. આ ઉપરાંત ગણેશ વિસર્જનમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ નાણાંકિય વર્ષ ર૦ર૪-રપમાં વાર્ષિક હિસાબમાં રેવન્યુ આવક રૂ.ર૭૪.૧૧ કરોડની પુરાંત રહી છે જેને કેપીટલ આવકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ નાણાં ર૦રપ-ર૬માં વિકાસના કામો માટે ખર્ચ થશે. ર૦ર૪-રપની રેવન્યુ આવક તેના પાછલા વર્ષની સરખામણીએ રૂ.૬૧પ.૩૦ કરોડ વધારે છે. ર૦ર૪-રપમાં કુલ રેવન્યુ આવક ૭૯૪૪ કરોડ થઈ હતી

જેની સામે રેવન્યુ ખર્ચ પ૮૭૦.૮પ કરોડ થયો હતો. આમ કોર્પોરેશને રેવન્યુ ખર્ચમાં કરકસર કરી હોવાથી ર હજાર કરોડ જેટલી પુરાંત રહી છે. બોડકદેવ વોર્ડમાં આવેલ પંડિત દિનદયાલ ઓડિટોરીયમ અને કોમ્યુનીટી હોલમાં બેકેટ અને કોન્ફરન્સ હોલ સામાજીક અને કોમર્શિયલ કામો માટે ભાડે આપવામાં આવશે. જેમાં રૂ.૧૦ હજારથી રૂ.૪૦ હજાર સુધીનું અલગ અલગ શીફટ મુજબ ભાડુ વસુલ કરવામાં આવશે.

આગામી ૬ તારીખે ગણેશ વિસર્જનના દિવસે શ્રધ્ધાળુઓની સલામતી માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ૦ ક્રેઈન, પ૦ જેસીબી મશીન અને પ૦ ટ્રક મુકવામાં આવી છે. આ ઉપરાંત ફાયર વિભાગના રરપ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ વિવિધ વિસર્જન કુંડ પર ઉપસ્થિત રહેશે.

મ્યુનિ. પબ્લીસીટી વિભાગ દ્વારા સંસ્કાર કેન્દ્ર, ફુલબજાર જમાલપુર, ટાઉન હોલ પરોઠા ગલી, વિકટોરિયા ગાર્ડન, દશામા મંદિર જુના વાડજ, અને હનુમાન કેમ્પ પાસે સ્ટેજ બનાવવામાં આવશે જયાં જરૂરી બેઠક વ્યવસ્થા અને શ્રધ્ધાળુઓના સ્વાગત માટે ગુલાબની પાંદડીઓ અને અબીલ ગુલાલની વ્યવસ્થા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.