Western Times News

Gujarati News

દિલ્હીમાં સ્વામી નારાયણ મંદિર અને સિવિલ લાઇન્સ વિસ્તારમાં પાણી ભરાયા

દિલ્હીમાં યમુનાનું પાણી ફરી વળતાં પૂરનું સંકટ

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં હાલ પૂરનું ભારે સંકટ ઊભું થયું છે. યમુના નદીનું જળસ્તર જોખમના નિશાનથી ઉપર વહી રહ્યું છે અને તેની સીધી અસર જાહેર જીવન પર દેખાઈ રહી છે.

પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે, પૂરના પાણી દિલ્હી સચિવાલય સુધી પહોંચી ગયા છે, જ્યારે મયુર વિહાર ફેઝ-૧ માં બનેલા રાહત શિબિરો પણ ડૂબી ગયા છે. સ્વામી નારાયણ મંદિર, ફૂટઓવર બ્રિજ અને સિવિલ લાઇન્સ વિસ્તાર પણ પાણીથી ભરાઈ ગયા છે. અહીંના બંગલા પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.

Delhi-NCR faces disruption due to heavy rain and Yamuna flooding, breaching danger levels for the fifth time since 1963. Low-lying areas are submerged, forcing evacuations and halting cremations.

બીજી બાજું, એનએચ-૪૪ પર અલીપુર પાસે ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં એક વાહન ફસાઈ ગયું અને ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો. સચિવાલય, રાહત શિબિરો અને રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા હોવાથી, સ્પષ્ટ છે કે દિલ્હી હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહી છે અને લોકો સલામતી તેમજ અવર-જવરનો માટે પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. ગીતા કોલોની પરિસરમાં પૂરના પાણી ભરાઈ જવાને કારણે અંતિમ સંસ્કાર બંધ કરી દેવામાં આવ્યા છે.

દિલ્હી સચિવાલય પાસે યમુનાનું પાણી પહોંચી ગયું છે. યમુના પૂરના મેદાનને અડીને આવેલા દિલ્હી સચિવાલયના અંડરપાસમાં પાણી ભરાઈ રહ્યું છે, તેને દૂર કરવા માટે સક્શન પાઇપ પણ લગાવવામાં આવી છે, પરંતુ હાલ તે હજુ પણ પાણીથી ભરેલું છે. આ સાથે, યમુના નદીના વધતા જળસ્તરને કારણે, કાશ્મીરી ગેટ વિસ્તારના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયું છે.

ડ્રોનથી લેવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે યમુનાના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. કાશ્મીરી ગેટ બસ ટર્મિનલ ડૂબી ગયું છે. મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવાર સુધી, યમુના નદીના પાણીનું સ્તર ૨૦૭.૪૭ મીટર પર સ્થિર રહ્યું. રાત્રે ૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી, પાણીનું સ્તર વધ્યું કે ઘટ્યું નહીં. જોકે, ભયનું નિશાન ૨૦૫.૩૩ મીટર છે, જેની ઉપર નદી હાલમાં વહી રહી છે. રિંગ રોડ સાથે જોડાયેલા યમુના રોડ પર ભારે પાણી ભરાઈ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.