મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં મુસ્કાનની દર્દનાક હત્યા

થાણે, મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં પોલીસે મહિલાનું કપાયેલું માથું મળ્યા બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે પાંચ દિવસ બાદ હત્યાના કેસમાં મહિલાના પતિની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે આરોપીએ પત્ની મુસ્કાનને મારીને તેના ૧૭ ટુકડા કર્યા હતા અને તેને ભિવંડીના અલગ અલગ વિસ્તારના ફેંકી દીધા છે.
પોલીસ લાશના આ ટુકડા શોધી રહી છે.આ દર્દનાક કેસની મળતી વિગત મુજબ પોલીસને ૩૦ ઓગસ્ટના રોજ ભિવંડી શહેરના ઈદગાહ રોડ પર નાળા પાસેથી મહિલાનું કપાયેલું માથું મળ્યું હતું. જેની બાદ આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ શરુ કરી છે.
ઉકેલવો મોટો પડકાર હતો. કારણ કે ના તો મહિલાનું નામ અને તેના હત્યા સ્થળની ખબર ન હતી. તેની બાદ પોલીસે કેસ નોંધીને તેને માથાના ભાગને ઇન્દિરા ગાંધી જીલ્લા હોસ્પિટલમાં તપાસ માટે મોકલી આપ્યું હતું.
તેમજ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કમિશ્નરે એક વિશેષ તપાસ દળની રચના કરી હતી. આ દરમિયાન નવી વસ્તીના એક નિવાસી મહિલાએ હનીફા ખાને પોતાની પુત્રી પરવીન ઉર્ફે મુસ્કાન મોહમ્મદ તાહા અંસારી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવવામાં આવ્યું કે તેની પુત્રીનો ફોન બે દિવસથી બંધ છે તેમજ જમાઈ જવાબ નથી આપતો. જયારે પોલીસે નાળા પાસેથી મળેલી લાશના માથાનો ફોટો બતાવ્યો ત્યારે તેની મુસ્કાન તરીકે ઓળખ થઈ.
તેની બાદ પોલીસે શંકાના આધારે તેના પતિ મોહમ્મદ તાહા અંસારીની અટકાયત કરી હતી. તેમજ કડક પૂછતાછમાં તેણે પત્નીની હત્યાનો ખુલાસો કર્યાે હતો.આ અંગે પોલીસે જણાવ્યું કે તેના ખુલાસાએ તમામ લોકો સ્તબ્ધ થયા હતા.
જેમાં આરોપીએ કબુલ્યું હતું કે તેણે પત્ની મુસ્કાનને મારીને તેના ૧૭ ટુકડા કર્યા હતા અને તેને ભિવંડીના અલગ અલગ વિસ્તારના ફેંકી દીધા છે. પોલીસ લાશના આ ટુકડા શોધી રહી છે.SS1MS