Western Times News

Gujarati News

દિગ્ગજ ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું ૯૧ વર્ષની વયે અવસાન

રોમ, દિગ્ગજ ઇટાલિયન ફેશન ડિઝાઇનર અને અરમાની બ્રાન્ડના અબજોપતિ માલિક જ્યોર્જિયો અરમાનીનું ૯૧ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઇટાલિયન ફેશન શૈલીના પ્રતિક હતા અને હજી પણ માનવામાં આવે છે.

મિલાનના રેડી-ટુ-વેર ફેશનના દિગ્ગજ જ્યોર્જિયો અરમાની પોતાના અનસ્ટ્રક્ચર્ડ લુકથી ફેશનમાં ક્રાંતિ લાવ્યા હતા.જ્યોર્જિયો અરમાનીના અવસાનની તેમના ફેશન હાઉસે જ પુષ્ટિ કરી હતી. ફેશન હાઉસે જણાવ્યું હતું કે અરમાનીનું ઘરે અવસાન થયું છે. ફેશન ડિઝાઇનર જૂનમાં તેમના રનવે શોમાં હાજરી આપી શક્યા ન હતા. આ દરમિયાન તેઓ એક અજ્ઞાત બીમારીમાંથી સ્વસ્થ થઈ રહ્યા હતા.

અરમાની આ મહિને મિલાન ફેશન વીક દરમિયાન જ્યોર્જિયો અરમાની ફેશન હાઉસના ૫૦ વર્ષની ઉજવણી માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા. ફેશન કંપની તરીકે શરૂ થયેલી અરમાની સંગીત, રમતગમત અને લક્ઝરી હોટલોમાં પણ વિસ્તરી છે.

અરમાની એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પણ હતા. તેમની કંપનીનું ટર્નઓવર દર વર્ષે ળ૨ બિલિયનથી પણ વધારે હતું. અરમાની બ્રાન્ડના ઠ હેન્ડલ મુજબ જ્યોર્જિયો અરમાનીએ ૫૦ વર્ષ પહેલાં ૨૪ જુલાઈ ૧૯૭૫ના રોજ મિલાનમાં પોતાની કંપનીની સ્થાપના કરી હતી. તે ક્ષણથી, ફેશનનો એક નવો યુગ શરૂ થયો હતો. અરમાનીએ ફેશનની એક એવી શૈલીનો પાયો નાખ્યો જે વર્તમાનથી આગળ જુએ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.