અંબાજી ભાદરવીના મહામેળામાં ચોથા દિવસે ૭.૪૩ લાખ શ્રદ્ધાળુઓ ઊમટ્યાં

પાલનપુર, આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળામાં ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જેમાં ચોથા દિવસે ૭.૪૩ લાખ શ્રદ્ધાળુઓએ માનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે અંબાજી તરફના માર્ગાે ઉપર મોટી સંખ્યામાં પદયાત્રિકો હરખભેર અને જય અંબે.. બોલ મારી અંબે… ના નારા સાથે અંબાજી તરફ પ્રયાણ કરતા નજરે ચડ્યા હતા.
આસાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું. માના ભક્તોની સેવામાં લાગેલા સેવા કેમ્પો દ્વારા માઈભક્તોને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પદયાત્રિકોની રાત દિવસ સેવામાં લાગી રહ્યા છે.
અંબાજીને જોડતા દરેક માર્ગે મોટી સંખ્યામાં પદયાત્રિકો જોવા મળી રહ્યા છે.પદયાત્રિકો જુસ્સો વધારવા અને થાક ઉતારવા માટે બોલ માંડી અંબે… જય અંબેના નાદ સાથે અંબાજી ધામ તરફ આગે કૂચ કરી રહ્યાં છે. તો કેટલા સેવા કેમ્પોમાં પદયાત્રિકો લાંબા અંતરેથી ચાલતા આવતા હોઇ વિસામા કરી થાક ઉતારતા હોવા જોવા મળી રહ્યા હતા.
ગત રાત્રિએ વરસાદી ઝાપટું પડવા છતાં ભક્તોની મા અંબા પ્રત્યેની આસ્થા અને ભક્તિને લઇને અડગમને અંબાજી ભણી દોટ મુકી રહ્યા છે.મહામેળાના ચોથા દિવસે મા અંબાના ૭.૪૩ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. જ્યારે ૫૦૯ ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતુ.
જ્યારે રૂ. ૪૮૫૨૯૫૬ની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને ભંડાર ગાદી ૫૦૦૦ ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક થઇ હતી. જ્યારે માતાજીના ભક્તો દ્વારા ૨.૫૦૦ ગ્રામ સોનું અર્પણ કરવામાં આવ્યું હતું.SS1MS