Western Times News

Gujarati News

વિપુલ અમૃતલાલ શાહની ‘સનશાઇન પિક્ચર્સ’ ટૂંક સમયમાં IPO લાવશે

મુંબઈ, ફિલ્મો અને ટીવી શોઝનાં પ્રતિષ્ઠીત નિર્માતા, દિગ્દર્શક અને અનેક દાયકાઓથી ભારતીય મનોરંજન ઉદ્યોગના અગ્રણી વિપુલ અમૃતલાલ શાહ ટૂંક સમયમાં તેમની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે.

લાંબા સમયગાળા બાદ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગની કંપની ભારતીય શેરબજારો પર લિસ્ટ થશે, જે આ ઉદ્યોગની અન્ય કંપનીઓના આઇપીઓ માટે માર્ગ મોકળો કરશે. ફિલ્મ અને વેબ સિરીઝનાં સર્જન, વિકાસ, નિર્માણ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલાં પ્રતિષ્ઠીત અને પ્રસિધ્ધ પ્રોડક્શન હાઉસમાં સ્થાન પામતી સનશાઇન પિક્ચર્સ લિમિટેડ વિશિષ્ટ, જોખમ મુક્ત, સ્થિતિસ્થાપક અને નવીન વ્યવસાય મોડેલ.ધરાવે છે. Vipul Amrutlal Shah’s Sunshine Pictures to launch IPO soon

આઇપીઓમાં 83.75 લાખ ઇક્વિટી શેરો સુધીની ઓફર સાઇઝનો સમાવેશ થાય છે, જેમાં 50 લાખ ઇક્વિટી શેરો સુધીનાં ફ્રેશ ઇશ્યુ અને 33,75 લાખ ઇક્વિટી શેરો સુધીની ઓફર ફોર સેલ (OFS) નો સમાવેશ થાય છે. કંપની ફ્રેશ ઇશ્યુ દ્વારા મળનારા ભંડોળનો ઉપયોગ નીચેનાં હેતુ માટે કરવા માંગે છેઃ 1. કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા 2. સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

કંપની ચોખ્ખા ભંડોળમાંથી રૂ. 94 કરોડ સુધીની રકમનો ઉપયોગ કંપનીની લાંબા ગાળાની કાર્યકારી મૂડી જરૂરિયાતો માટે કરવા માંગે છે. કંપનીને ભાવિ વૃધ્ધિ અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે વધારાની લાંબા ગાળાની કાર્યકારી મૂડીન જરૂર છે. સનશાઇન પિક્ચર્સ ઉત્પાદન ક્ષમતા વધારવાની, પોર્ટફોલિયાનાં વૈવિધ્યીકરણની, નવા બિઝનેસ લોંચની અને ન્યૂ એજ મિડીયામાં પ્રવેશવાની યોજના ધરાવે છે, કંપની તેનાં મ્યુઝીક લેબલ સનશાઇન મ્યુઝીકનું વિસ્તરણ કરવા માંગે છે.

કંપનીની આઠ ફિલ્મો અને બે વેબ સિરીઝ નિર્માણાધીન છે. કંપની જિયો સ્ટુડિયોઝનાં સહયોગમાં બે ફિલ્મોનું સહ-નિર્માણ કરી રહી છે. જેમાંની એક છે ‘હિસાબ.’. (શેફાલી વિપુલ શાહ, જયદીપ અહલાવત, અભિષેક બેનરજી સહિતનાં કલાકારો). કંપનીએ એક વેબ સિરીઝનું પણ નિર્માણ કર્યું છે, જેનું સ્ટ્રીમિંગ દૂરદર્શન ચેનલ અને તેનાં ઓટીટી પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે. કંપનીનાં આગામી ફિલ્મ પ્રોજેક્ટ્સમાં ગુડ મોર્નિંગ રિયા, ગવર્નર, ધ કેરાલા સ્ટોરી 2. બુલડોઝર, સામુક, કાન્હા અને ભીમનો સમાવેશ થાય છે. વેબ સિરીઝ પ્રોજેક્ટ્સમાં માયા, નાણાવટી વર્સિસ નાણાવટી અને વ્હિસલ બ્લોઅરનો સમાવેશ થાય છે.

કંપનીએ 10 કમર્શિયલ ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેમાંથી છ પ્રતિષ્ઠિત સ્ટુડિઓઝનાં સહ-નિર્માણમાં થયું છે, આ ઉપરાંત કંપનીએ બે વેબ સિરીઝ, બે ટીવી સિરીયલ અને એક શોર્ટ કોમર્શિયલ ફિલ્મનું નિર્મા કર્યું છે. વધુમાં, હાલમાં કંપની જિયો સ્ટુડિઓઝ સાથે મળીને બે કમર્શિયલ ફિલ્મોનું સહ-નિર્માણ કરી રહી છે, જે નિર્માણાધીન છે અને પોતાની મેળે પ્રસારભારતી,. દૂરદર્શન માટે એક વેબ સિરીઝનું નિર્માણ કરી રહી છે, જેનું સ્ટ્રીમિંગ દૂરદર્શન ચેનલ અને તેનાં ઓટીટી પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે.

કંપની છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષ અને 2025નાં પ્રથમ છ મહિનાથી નફામાં છે. કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2024માં રૂ. 133.8 કરોડ, 2023માં રૂ., 26.51 કરોડ, 2022માં રૂ. 87.13 કરોડ હતી. 2025નાં પ્રથમ છ મહિનામાં કામગીરીમાંથી આવક રૂ. 39.02 કરોડ હતી. 2025નાં પ્રથમ છ મહિનામાં EBITDA રૂ. 77.75 કરોડ હતી,. જે 2024નાં નાણાકીય વર્ષમાં રૂ. 73.08 કરોડ, 2023માં રૂ. 4.46 કરોડ અને 2022માં રૂ. 15.21 કરોડ હતી. કંપનીનો ચોખ્ખો નફો 2025નાં પ્રથમ છ મહિનામાં રૂ. 45.64 કરોડ, 2024માં રૂ. 52.45 કરોડ, 2023માં રૂ. 2.31 કરોડ અને ર022માં રૂ. 11,2 કરોડ હતો.

2007માં સ્થપાયેલી સનશાઇન પિક્ચર્સ પ્રોડક્શન હાઉસ છે, જે ફિલ્મ, ટીવી સિરીઝ અને અને વેબ સિરીઝ (પ્રોજેક્ટ્સ)નાં સર્જન, વિકાસ, નિર્માણ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી સાથે સંકળાયેલું છે. સ્થાપના થઈ ત્યારથી કંપનીએ આધુનિક ભારતીય સિનેમામાં વિવિધ પ્રતિષ્ઠીત પ્રોજેક્ટ હાધ ધર્યા છે. પોતાનાં બેનર હેઠળની પ્રથમ ફિલ્મ ‘ફોર્સ’ બોક્સ પર હીટ ગઈ હતી. ત્યારથી કંપનીએ કમાન્ડોઃ એ વન મેન આર્મી, હોલીડેઃ એ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી, ફોર્સ 2, કમાન્ડો 2: ધ બ્લેક મની ટ્રેઇલ, ધ કેરાલા સ્ટોરી જેવી કમર્શિયલ અને સામાજિક રીતે પ્રાસંગિક ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કર્યું છે.

ફોર્સ, હોલીડેઃ એ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી, હ્યુમન (વેબ સિરીઝ) અને ધ કેરાલા સ્ટોરી જેવી કંપનીની ફિલ્મો અને તેનાં કલાકારોએ ફિલ્મફેર એવોર્ડ્સ, ધ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ, ધ સ્ટારડસ્ટ એવોર્ડ, ધ ગ્લોબલ ફિલ્મ એવોર્ડ, ધ અપ્સરા ફિલ્મ પ્રોડ્યુસર્સ ગિલ્ડ એવોર્ડ્સ, ધ બીગ સ્ટાર એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ્સ, ઇન્ડિયા, ધ ઇન્ડિયન ટેલી સ્ટ્રિમિંગ એવોર્ડ્સ, ધ બોલીવુડ લાઇફ એવોર્ડ્સ, ધ દાદાસાહેબ ફાલકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ્સ, ધ આઇકોનિક ગોલ્ડ એવોર્ડ્સ, ધ ઝી સિને એવોર્ડ્સ જેવા પુરસ્કારો મેળવ્યા છે.

કંપનીનાં પ્રોડક્શન ધ કેરાલા સ્ટોરીએ 2023માં સૌથી વધુ ‘રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ’ (ROI) મેળવ્યું હતું.,જે સમીક્ષકોની પ્રશંસાની સાથે સાથે કમાણીને સંતુલિત કરવાની કંપનીની ક્ષમતાને પ્રદર્શિત કરે છે. (Source: D&B Report). સનશાઇન પિક્ચર્સ ટેકનોલોજી આધારિત કન્ટેન્ટ ક્રિએટર છે અને મલ્ટી-ફોર્મેટ કમર્શિયલ ફિલ્મોમાં વિશેષતા ધરાવે છે. આ ફિલ્મોની કહાની અને પ્રોડક્શન ટેકનિકમાં નવીનતા જોવા મળે છે. (Source: D&B Report).

સનશાઇન પિક્ચર્સનું નેતૃત્વ કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહ કરી રહ્યા છે, જેઓ મિડિયા અને મનોરંજન ઉદ્યોગમાં 24 વર્ષનો અનુભવ ધરાવે છે અને ફિલ્મો, ટીવી સિરીઝ અને બે સિરીઝનાં અગ્રણી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેમણે આંખે ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મ એ વર્ષની સુપરહીટ ફિલ્મોમાંની એક હતી. ત્યારબાદ તેમણે વક્તઃ ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ, નમસ્તે લંડન, સિંઘ ઇઝ કિંગ અને લંડન ડ્રીમ્સ જેવી ફિલ્મો બનાવી.

વિપુલ અમૃતલાલ શાહનાં વડપણ હેઠળ કંપની વિશ્વાસપાત્ર પ્રોડક્શન હાઉસ તરીકે સ્થાપિત થયું છે, જે દર્શકોના જીવનને સમૃધ્ધ કરે તેવું કન્ટેન્ટ પીરસે છે અને વાર્તા કથનમાં નવા માપદંડો પ્રસ્થાપિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.