Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે મંડળે ઓગસ્ટ 2025માં પ્રતિદિન 2999.7 વેગનની રેકોર્ડબ્રેક સરેરાશ હાંસલ કરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ લોડિંગ ક્ષેત્રેમાં ઓગસ્ટ 2025 માં કર્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

 પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓગસ્ટ 2025 દરમિયાન માલ લોડિંગના ક્ષેત્રમાં અત્યાર સુધીનું  સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ સમયગાળા દરમિયાન માલ લોડિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.

ઓગસ્ટ 2025 દરમિયાનમંડળે પ્રતિદિન  2999.7 વેગનની રેકોર્ડબ્રેક સરેરાશ હાંસલ કરીજે ઓગસ્ટ 2024માં નોંધાયેલા 2453.9 વેગનની સરખામણી કરતાં 22.24% વધુ છે. આ ઉપલબ્ધી ઓગસ્ટ 2022માં સ્થાપિત 2980.13 વેગનના અગાઉના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સ્તરને પણ પાર કરી ગઈ.

અમદાવાદ મંડળ દ્વારા ઓગસ્ટ મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ એક મિલિયન ટનથી વધુ લોડિંગ કર્યું છે. ભારતીય રેલ્વેમાં કોઈપણ મંડળમાં કરવામાં આવેલ આ સૌથી વધુ લોડિંગ છે. કુલ માલ લોડિંગની દ્રષ્ટિએમંડળે 4.54 મિલિયન ટન (એમટી) માલનું સંચાલન કર્યુંજે ઓગસ્ટ 2024ની સરખામણીમાં 25.83% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છેજ્યારે 3.61 એમટી  માલ લોડિંગ નોંધાયું હતું.

કોમોડિટી વાઈજ લોડિંગમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ખાતર (ફર્ટિલાઇઝર) લોડિંગમાં નોંધપાત્ર 128.55% ની વૃદ્ધિ સાથે સર્વાધિક વૃદ્ધિ નોંધાઈત્યારબાદ મીઠું (ઔદ્યોગિક મીઠા સહિત)માં 68.87%, ઓટોમોબાઈલ્સમાં 39.63%, કન્ટેનરોમા 6.95% અને પીઓએલ(પેટ્રોલિયમ)માં 1.46% ની વૃદ્ધિ નોંધાઈ છે.

મંડળે દૈનિકઇન્ટરચેન્જમાં  એક નવો માપદંડ પણ સ્થાપિત કર્યોપ્રતિદિન 213.69 ટ્રેનોના સર્વકાલીન ઉચ્ચ સરેરાશ હાંસલ કરી જે ડિસેમ્બર 2023 માં સ્થાપિત 208.7 અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો.

મંડળના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (બીડીયું ) દ્વારા સક્રિય વ્યવસાય વિકાસ પહેલોએ આ સિદ્ધિઓમાં વધુ ફાળો આપ્યો. ગાંધીધામ વિસ્તારમાં, 9મી ઓગસ્ટ 2025ના રોજ સણોસરા ગુડ્સ શેડથી દહેજ (વડોદરા ડિવિઝન) સુધી સૌપ્રથમ ઔદ્યોગિક મીઠાનું રેક લોડ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્ષેત્રમાં, 30મી ઓગસ્ટ 2025ના રોજ વિરોચન નગરથી મુદ્રા પોર્ટ સુધી પ્રથમ એક્સપોર્ટ કન્ટેનર રેક લોડ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.