Western Times News

Gujarati News

2 લાખ મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરી શકશે એરપોર્ટના અત્યાધુનિક ટર્મિનલ પરથી

SVPI એરપોર્ટ પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો પ્રારંભ (ICT): ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપશે

૨૦,૦૦૦ ચોરસ મીટરની સુવિધા વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરી શકશે

Ahmedabad, અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટીક્સને વેગવંતો બનાવવા કાર્ગો સંચાલનની નવી સુવિધાઓ વિકસાવી છે. ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું નવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) સ્કેલ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે છે. તેનાથી હાલના સેટ-અપની ક્ષમતામા વૃદ્ધિ થઈ ૫૦,૦૦૦ મેટ્રિક ટન/વર્ષ થશે.

અત્યાધુનિક પ્લેટફોર્મ ICT ડિજિટલ પ્રક્રિયાઓ સાથે વિશ્વ-સ્તરીય માળખાને એકીકૃત કરે છે. ICTનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા વધારવાનો અને કાર્ગોની અવરજવરમાં વિશ્વસનીયતા સુધારવાનો છેજેનાથી SVPIA પર ઝડપી અને વધુ વિશ્વસનીય કાર્ગો પ્રોસેસિંગ થશે. ગુજરાતરાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના વ્યાપક કેચમેન્ટ વિસ્તારોને પૂર્ણ કરવામાં આવશે. આ સુવિધા વ્યાપક CCTV, નિયંત્રિત ઍક્સેસ અને મજબૂત સ્ક્રીનીંગ ટેકનોલોજીના ધોરણોને જાળવી રાખે છે.

ટ્રક ગેટ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR), હેન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) કામગીરી અને બારકોડ ટ્રેકિંગ જેવી નવીનતાઓ માટે રીઅલ-ટાઇમ દૃશ્યતા સુનિશ્ચિત કરે છે. તેનાથી સપ્લાય ચેઇન ટેકનોલોજીમાં એક નવા ધોરણો સ્થાપિત થાય છે. ઉત્પાદન અખંડિતતા જાળવવા સમર્પિત કોલ્ડ-ચેઇન ઝોન બનાવવામાં આવ્યોં છેજ્યારે ઉચ્ચ ડોક કાઉન્ટ્સબોલ ટ્રાન્સફર ડેકિંગ અને ઓટોમેટેડ સાધનો જેવી અદ્યતન સુવિધાઓ પીક પીરિયડ્સ દરમિયાન કાર્યક્ષમતામાં વધારો કરશે.

ગુજરાતના ગતિશીલ ઔદ્યોગિક માળખાને ધ્યાને રાખતા ICT કાર્ગોના વ્યાપક સ્પેક્ટ્રમનું સંચાલન કરે છેજેમાં ઈ-કોમર્સઓટોમોટિવ ભાગોફાર્માસ્યુટિકલ્સકિંમતી વસ્તુઓ અને પેરીશબલ વસ્તુઓનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરેટોચની નિકાસમાં એન્જિનિયરિંગ માલવસ્ત્રોફાર્માસ્યુટિકલ્સ અને રસાયણોનો સમાવેશ થાય છે. આ ટર્મિનલ રાજ્યના વિકાસમાં વૃદ્ધિ માટે ઉભરતા ક્ષેત્રો અને ઉચ્ચ-મૂલ્યના કાર્ગોનું સંચાલન કરવા તૈયાર છે. જેમાં તાપમાન-નિયંત્રિત શિપમેન્ટઇલેક્ટ્રોનિક ઘટકોમોટા કદના સાધનોઝડપી ઈ-કોમર્સ કન્સાઇનમેન્ટસ વગેરેનો સમાવેશ થાય છે.

SVPIA વિશ્વસનીયઝડપી અને ખર્ચ કાર્યક્ષમતા વધારવા માળખાગત સુવિધાઓડિજિટલ સિસ્ટમ્સ અને મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. તેનાથી ગુજરાતના ઉદ્યોગોને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. SVPI એરપોર્ટઅમદાવાદ સહિત પશ્ચિમ ક્ષેત્ર માટે આધુનિકકાર્યક્ષમ અને સ્થિતિસ્થાપક લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા સમર્પિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.