Western Times News

Gujarati News

દેવ એક્સીલરેટરનો IPO 10 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે: પ્રાઇઝ બેન્ડ રૂ. 56-61

  • પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 56થી રૂ. 61ની પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવી છે
  • ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુના 28.00 ગણી અને કેપ પ્રાઇઝ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુના 30.50 ગણી છે
  • બિડ/ઇશ્યૂ બુધવાર10 સપ્ટેમ્બર2025ના રોજ ખૂલશે અને શુક્રવાર12 સપ્ટેમ્બર2025ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર09 સપ્ટેમ્બર2025ના રોજ રહેશે
  • બિડ્સ લઘુતમ 235 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 235 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
  • આરએચપી લિંક-  https://pantomath-web.s3.ap-south-1.amazonaws.com/1756885326371-DevAcceleratorLimited-RedHerringProspectus.pdf

અમદાવાદ05 સપ્ટેમ્બર2025: દેવ એક્સીલરેટર લિમિટેડ (“The Company”)  બુધવાર10 સપ્ટેમ્બર2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ  (IPO”) સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર09 સપ્ટેમ્બર2025ના રોજ રહેશે. બિડ/ઇશ્યૂ બુધવાર10 સપ્ટેમ્બર2025ના રોજ ખૂલશે અને શુક્રવાર12 સપ્ટેમ્બર2025ના રોજ બંધ થશે (“IPO Issue Dates”). Dev Accelerator Limited IPO to open on September 10, 2025

 બિડ્સ લઘુતમ 235 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 235 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Details”). પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 56થી રૂ. 61ની પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવી છે (“Issue Price”).

 પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 1,433.50 મિલિયન (રૂ. 143.35 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર ગણાયેલી)) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (“Fresh Issue”) (“Total Issue Size”). આ ઇશ્યૂમાં વેચાણ માટેની ઓફર (ઓએફએસ) નથી.

 કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો આ મુજબ ઉપયોગ કરવા ધારે છે (એ) અંદાજે રૂ. 731.16 મિલિયન (રૂ. 73 કરોડ)ના સૂચિત સેન્ટર્સમાં ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ માટે (બી) અંદાજે રૂ. 350 મિલિયન (રૂ. 35 કરોડ)ના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના રિડમ્પશન સહિત અમારી કંપની દ્વારા લેવાયેલા કેટલાક દેવાની પૂર્ણ કે અંશતઃ પૂર્વચૂકવણી કે ચૂકવણી માટે અને (સી) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

 અમારી કંપની તેના ક્લાયન્ટ્સને ફ્લેક્સિબલ વર્કસ્પેસીસના સ્વરૂપે સ્પેસ સોલ્યુશન્સ પૂરા પાડે છે. તેઓ ટિયર 2 માર્કેટ્સમાં ઓપરેશનલ ફ્લેક્સ સ્ટોકના રૂપે સૌથી મોટા ફ્લેક્સ સ્પેસ ઓપરેટર્સ પૈકીના એક છે (સ્ત્રોતઃ જેએલએલ રિપોર્ટ). કંપની સ્ટ્રેઇટ લીઝ મોડલ, રેવન્યુ શેર મોડલ, ફર્નિશ્ડ બાય લેન્ડલોર્ડ મોડલ અને OpCo – PropCo મોડલ દ્વારા વર્કસ્પેસીસ મેળવે છે. 31 મે2025 સુધીમાં કંપની પાસે સમગ્ર ભારતમાં 11 શહેરોમાં 250થી વધુ ક્લાયન્ટ્સ અને 28 સેન્ટર્સ હતા જેમાં એસબીએ 8,60,522 ચોરસ ફૂટના કુલ એરિયા અંડર મેનેજમેન્ટને આવરી લેતી 14,144 સીટ્સ સમાવિષ્ટ હતી.

 ઇક્વિટી શેર્સ અમદાવાદમાં ગુજરાતની સેબીની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 2 સપ્ટેમ્બર2025ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવે છે અને તેની બીએસઈ તથા એનએસઈ જેવા શેરબજારો પર લિસ્ટિંગ કરવાની યોજના છે. ઇશ્યૂના હેતુઓ માટે એનએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.

 નાણાંકીય વર્ષ 2024-25 (નાણાંકીય વર્ષ 2025)માં કંપનીએ રૂ. 158.88 કરોડની કામગીરીથી આવક નોંધાવી હતી જે ગત નાણાંકીય વર્ષની રૂ. 108.09 કરોડ કરતા 47 ટકા વધુ હતી. તેણે નાણાંકીય વર્ષ 2025માં રૂ. 1.77 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 0.44 કરોડના ચોખ્ખા નફા કરતા 305.72 ટકા વધુ હતો. તેની નાણાંકીય વર્ષ 2025માં વ્યાજ, કરવેરા, ઘસારો અને અમોર્ટિસેશન પૂર્વેની એડજસ્ટેડ આવક રૂ. 80.46 કરોડ રહી હતી.

 આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા સુધારાયેલા (the “SCRR”) સાથે 1957ના સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સના નિયમ 19(2) (બી)ના સંદર્ભે અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2) ના અનુપાલન સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં ઓફરના કમસે કમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, the “QIB Portion”) ને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે (“Anchor Investor Portion”).

એન્કર ઇન્વેસ્ટર્સ પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી ઇક્વિટી શેર્સની જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાયના) (“Net QIB Portion”) ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીમાં પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. જો નેટ ઓફરના કમસે કમ 75 ટકા ક્યુઆઈબીને ફાળવવામાં ન આવી શકે તો અરજીની સમગ્ર રકમ રિફંડ કરવામાં આવશે.

આ ઉપરાંત (એ) નેટ ઇશ્યૂના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની બિડ્સ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રખાશે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ્સ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે  આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ મળી હોય અને (બી) સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે  મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક ઠરેલા કર્મચારીઓને પ્રમાણસર ધોરણે રૂ. (—) મિલિયન સુધીના મૂલ્યના 1,64,500 સુધીના ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય અને શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક શેરધારકોને જ પ્રમાણસર ધોરણે રૂ. (—) મિલિયન સુધીના મૂલ્યના 3,29,000 સુધીના ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય તમામ સંભવિત બિડર્સે ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો (અહીં જણાવ્યા મુજબ) અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો, જે લાગુ પડે તે, પૂરી પાડવાની રહેશે જેના બાદ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા સ્પોન્સર બેંકો દ્વારા બિડ સંબંધિત રકમના જેટલી રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર્સ પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ આઇપીઓ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે. અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.

Disclaimer:

DEV ACCELERATOR LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the RHP dated September 02, 2025 with RoC, SEBI and the Stock Exchanges. The RHP is available on the website of SEBI at www.sebi.gov.in, and is available on the websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.devx.work and the website of the BRLM, i.e., Pantomath Capital Advisors Private Limited at www.pantomathgroup.com. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see ‘‘Risk Factors’’ beginning on page 43 of the RHP. Potential investors should not rely on the DRHP filed with SEBI and the Stock Exchanges, and should instead rely on their own examination of our Company and the Issue, including the risks involved, for making any investment decision.

The Equity Shares have offered in the Issue not been and will not be registered under the U.S. Securities Act of 1933 (The “U.S. Securities Act”) or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exception from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and in accordance with any applicable U.S. state securities laws. Accordingly, the Equity Shares are being offered and sold outside the United States in offshore transactions in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of each jurisdictions where such offers and sales are made.

Equity Shares have not been and will not be registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be offered or sold, and Bids may not be made by persons in any such jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.