“14 આતંકવાદીઓ 400 કિલો RDX સાથે ભારતમાં ઘૂસી ગયા છે” મુંબઈ પોલિસને મળી ધમકી

AI Image
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ હંમેશા એલર્ટ છે. જનતાએ ગભરાવાની કોઈ જરૂર નથી, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે
મુંબઈ, મુંબઈ શહેરમાં ૪૦૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને અનેક વિસ્ફોટોની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ એકાઉન્ટ પર આ ધમકી આપવામાં આવી છે.
ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં ૩૪ વાહનોમાં ‘માનવ બોમ્બ’ લગાવવામાં આવ્યા છે અને આ વિસ્ફોટથી આખું મુંબઈ હચમચી જશે. લશ્કર-એ-જેહાદી નામના સંગઠને દાવો કર્યો છે કે ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યા સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં ૪૦૦ કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે અને ૧ લોકોના જીવ જશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ’14 Pak terrorists, 400 kg RDX’: Mumbai Police on high alert after threat message
આ ધમકીને પગલે પોલીસ હાઈએલર્ટ પર છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. અનંત ચતુર્દશીના અવસર પર બાઈ પોલીસને ૩૪ વાહનોમાં બોમ્બ લગાવવાની ધમકી મળી છે. આ ધમકી વોટ્સએપ મેસેજ દ્વારા મળી છે, જેના બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો સંદેશ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર મોકલવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૩૪ વાહનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને ૪૦૦ કિલો RDX ના વિસ્ફોટથી આખું મુંબઈ શહેર હચમચી જશે. આ સંદેશમાં લશ્કર-એ-જેહાદી નામના સંગઠનનો ઉલ્લેખ છે અને કહેવામાં આવ્યું છે કે ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે અને આ વિસ્ફોટથી ૧ કરોડ લોકોનો જીવ જઈ શકે છે.
મુંબઈ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે વોટ્સએપ નંબર પરથી આ સંદેશ મોકલવામાં આવ્યો હતો તે નંબરને ટ્રેસ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ હંમેશા એલર્ટ છે અને અમે દરેક વસ્તુ પર નજર રાખીએ છીએ. જનતાએ ગભરાવાની કોઈ જરૂર નથી, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને બધું શાંત છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક નકલી કોલ છે… પોલીસ સતર્ક છે. ૨૨ ઓગસ્ટના રોજ, મુંબઈના ગિરગાંવ સ્થિત ઇસ્કોન મંદિરને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો.
ધમકીભર્યો ઇમેઇલ ઇસ્કોન મંદિરના સત્તાવાર ઇમેઇલ આઈડી પર આવ્યો હતો. માહિતી મળ્યા પછી, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મંદિર પરિસરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે પ્રવળત્તિ મળી ન હતી. અગાઉ, મુંબઈની એક હોટલને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકી મળી હતી. મુંબઈના વર્લી સ્થિત ફોર સીઝન્સ હોટલને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો.
હોટેલ વહીવટીતંત્રે તાત્કાલિક મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મેઇલ વિશે જાણ કરી હતી. ઇમેઇલમાં તમિલનાડુ પોલીસ માટે એક યુનિયન બનાવવાની માંગ કરવામાં આવી હતી. ઇમેઇલ દ્વારા ૭ IED અને IED બ્લાસ્ટની ધમકીઓ આપવામાં આવી હતી, જેમાં ફોર સીઝન્સ, મુંબઈ (હોટેલ) ના ૩ VIP રૂમનો ઉલ્લેખ હતો.