ગણેશ વિસર્જન: અમદાવાદના કોટ વિસ્તારમાં આજે ઘણા રસ્તાઓ રહેશે બંધ

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, આવતીકાલે ૬ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન છે. આ દરમ્યાન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન અંગેનું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન હોઈ અમદાવાદમાં કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે, કેટલાક ડાયવર્ટ કરાયા છે, તો એએમટીએસ બસ માટે રુટ ડાયવર્ટ કરાયા છે
અમદાવાદ શહેરમાં આગામી તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે તમામ પ્રકારના વાહનો (શ્રી ગણેશ વિસર્જન પ્રોસેશન સિવાયના) બપોર કલાક ૧૩.૦૦ વાગ્યાથી નીચે મુજબ પ્રતિબંધિત કરેલ માર્ગ/વિસ્તારના રસ્તા પર અવર-જવર કરી શકશે નહીં પરંતુ તેની સામે જણાવેલ વૈકલ્પિક રુટ પરથી અવર-જવર કરી શકાશે.
જાહેરનામામાં જણાવ્યું કે,
હું જી.એસ.મલિક, આઈપીએસ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ ૨૦૭ અંતર્ગત મળેલી સત્તા અન્વયે આગામી તા.૦૬/૦૯/૨૦૨૫ના રોજ શ્રી ગણેશ વિસર્જન નિમિત્તે આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ વાહન પાર્કિંગ કરવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.
વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત ઃ
૧. એસ.ટી. (ગીતામંદીર) થી જમાલપુર બ્રીજ ઉપર થઇ સરદારબ્રીજ થઈ પાલડી તરફ આવ-જા કરી શકાશે નહીં.
૨. એસ.ટી. (ગીતામંદીર) થી રાયપુર ચાર રસ્તા થઇ સારંગપુર સર્કલથી રેલ્વે સ્ટેશનથી કાલુપુર ઇનગેટ તરફ આવ-જા કરી શકાશે નહી.
૩. કાલુપુર રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલ થઈ કાગડાપીઠથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડીયા દરવાજાથી ખમાસા ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડનથી એલીસબ્રીજ થી ટાઉનહોલ સર્કલ સુધી આવ-જા કરી શકાશે નહી.
૪. કામદાર મેદાન ચાર રસ્તા થી સારંગપુર ઓવરબ્રિજ થઇ સારંગપુર સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
૫. (એ) દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી પોલીસ કમિશનરશ્રીની કચેરીથી કેન્દ્રીય વિદ્યાલય કટથી ડાબી બાજુ વળી તાવડીપુરા પોલીસ લાઇનથી દધીચિ બ્રીજ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
(બી) દિલ્હી દરવાજાથી લીમડા ચોકથી લીથો પ્રેસથી હનુમાનપુરા કટથી દધિચી બીજ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
૬. રિવરફ્રન્ટનો પશ્ચિમ માર્ગ ઃ વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકર બ્રીજ નીચે સુધીનો રીવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
૭. રિવરફ્રન્ટનો પુર્વ માર્ગ ઃ પીકનીક હાઉસ રિવરફ્રન્ટથી શરૂ થતો પુર્વનો આંબેડકર બ્રીજ નીચે સુધીનો રીવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.