Western Times News

Gujarati News

ગણપતિ બાપાના ચરણે ધરાવેલી પૂજાની સામગ્રીમાંથી વર્મી કમ્પોસ્ટ બનાવાશે

મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રની નમૂનારૂપ વ્યવસ્થા

ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલીકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તિ ભાવપૂર્વક બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરી એક વિશિષ્ટ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવશે બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ બીજા દિવસે નકામી બની જાય છે, તેના ઉપયોગથી વર્મી કમ્પોસ્ટ બનાવાશે.

ગાંધીનગર જિલ્લામાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જ સ્થાપિત થાય તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પીઓપીની મૂર્તિઓ સાથે દસ દિવસની પૂજા સામગ્રી જળાશયમાં પધરાવતા તે ન ઓગળવાને લીધે રઝળતી થવાથી કતોની આસ્થાને ઠેસ પહોંચવા સાથે પ્રકૃતિને થતું નુકશાન અટકાવવા એની કાર્યો હાથ ધરાયા છે.

જે અંતર્ગત મહાનગર પાલિકા ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી ભક્તિભાવ પૂર્ણ બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરતા બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે.

દસ દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવ અંતર્ગત મહાનગરપાલીકા દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે, તંત્રના માણસો જ ગાંધીનગરના પંડાલોમાં ફરી બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ જે બીજા દિવસે નકામી બની જાય છે, તે એકત્રિત કરે છે. આ ઉપરાંત જયાં વિસર્જન કુંડો બનાવવામાં આવ્યા છે, ત્યાંથી પણ તંત્ર દ્વારા આ પ્રકારની વસ્તુઓ એકત્રિત કરી તેને સેકટર ૩૦ ખાતે આવેલ વર્મી કમ્પોસ્ટ બનાવતા સ્થળે લાવવામાં આવે છે.

આ બધી જ વસ્તુઓને ગાયના છાણીયા ખાતર સાથે એકત્ર કરી વિશિષ્ટ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ગાંધીનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કરશે, અને આ પવિત્ર પૂજા સામગ્રીની સકારાત્મક ઉર્જા પણ તેમાં ભળશે.

પરિણામે બાપાને અર્પણ કરેલ વસ્તુઓ વેસ્ટ ન થતા બાપાના આશીર્વાદરૂપે ફરી આપણને જ અનાજ, શાકભાજી અને ફળો રુપે મળી રહેશે. છે ને અનોખો પ્રયાસ હવે સમજાયું….!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.