વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસે પક્ષીઓને ચણ નાખવા અને વૃક્ષારોપણ માટે પ્રરિત કરે છે આ શિક્ષક

વિપુલસિંહ પરમાર જેવા શિક્ષક દ્વારા દેશના ભાગ્યવિધાતાઓનું નિર્માણકાર્ય અન્ય શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે બની રહેશે.
બોટાદ, ‘વર્ગને સ્વર્ગ’ બનાવવાની નેમ સાથે અને શાળાને શ્રેષ્ઠ બનાવવાનાં હેતુ સાથે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં શ્રી જલાલપુર પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક શ્રી વિપુલસિંહ પરમાર.
આ શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક પૂરતા જ સીમિત નથી રહેતા, પરંતુ બાળકોને વિષય પ્રત્યે રુચિ વધે એ દિશામાં પ્રયત્નશીલ રહીને નાટકીય રજૂઆતો, ચિત્રો-નકશાઓ તો ક્યારેક જૂથ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ અને સરળ બનાવે છે, જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમ સ્પિરિટ અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે.
‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત પુરસ્કાર પ્રાપ્ત કરેલ આ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસે પક્ષીઓને ચણ નાખવા તેમજ વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેથી તેઓ પ્રકૃતિના મૂલ્યને સરખી રીતે સમજી શકે છે.
ભારતના ભવિષ્ય નિર્માણમાં પાયાની જરૂરિયાત સમાન શિક્ષણના દરેક તબક્કે ગુણવત્તા લાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે શ્રી જલાલપુર પ્રાથમિક શાળા અને શ્રી વિપુલસિંહ પરમાર જેવા શિક્ષક દ્વારા દેશના ભાગ્યવિધાતાઓનું નિર્માણકાર્ય અન્ય શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે બની રહેશે.