ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પના ફરી સૂર બદલાયા

નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ શરૂ છે. આવી સ્થિતિમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે અને હાલના તણાવ છતાં, મોદી અને હું મિત્રો રહીશું. તેઓ એક મહાન વડાપ્રધાન છે.
તે મહાન છે, પરંતુ હાલ મોદી જે કરી રહ્યા છે તે મને નથી ગમતું. જોકે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. આ અંગે ચિંતાની કોઈ વાત નથી કારણ કે બંને દેશો વચ્ચે ક્યારેક આવો સમય આવી શકે છે.’
હકીકતમાં ટ્રમ્પે આ વાત એક પ્રશ્નના જવાબમાં કહી હતી. જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તે ભારત સાથે ફરી સંબંધો સુધારવા માટે તૈયાર છે? કારણ કે, ટેરિફના કારણે બંને દેશો વચ્ચેના સંબંધ છેલ્લાં બે દાયકાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ટ્રમ્પે એવું પણ કહ્યું કે, ‘હું ખૂબ નિરાશ છું કે, ભારત રશિયા પાસેથી આટલું બધું ક્‰ડ ઓઇલ ખરીદી રહ્યું છે.
અમે ભારત પર ખૂબ વધારે પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે. વડાપ્રધાન મોદી સાથે મારા સંબંધ સારા છે. તે મહાન છે. થોડા મહિનાઓ પહેલાં અહીં આવ્યા હતા, ત્યારે મને પૂછવામાં આવ્યું હતું કે, ભારત અને અન્યે દેશો સાથે ટ્રેડ વાટાઘાટો કેવી ચાલી રહી છે? એ દરમિયાન મેં કહ્યું હતું કે, બધું બરાબર ચાલી રહ્યું છે. પરંતુ, અમે યુરોપિયન યુનિયનથી નારાજ છીએ.’
ટ્રમ્પે આ પહેલાં કહ્યું હતું કે, અમને લાગે છે કે ભારત અને રશિયાને આપણે ચીન સામે ગુમાવી દીધા છે. આ સાથે ટ્રમ્પે મોદી, પુતિન અને શી જિનપિંગની તસવીર પણ પોસ્ટ કરી હતી.
અગાઉ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર પીટર નવારોએ પણ ભારત પર નિશાન પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘ભારત રશિયા પાસેથી ક્‰ડ ઓઇલ ખરીદીને મોટો નફો કમાઈ રહ્યું છે. ભારત સત્યને પચાવી શકતું નથી. મને લાગે છે કે ટ્રેડ ટીમ અને પ્રમુખ ટ્રમ્પ નિરાશ છે કે ભારત યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને સતત ભંડોળ પૂરું પાડી રહ્યું છે.’SS1MS