Western Times News

Gujarati News

૧૫ વર્ષનો ડિફેન્સ રોડમેપઃ અબજો ડોલરના ખર્ચે સેનામાં શસ્ત્રો, ટેકનોલોજી સામેલ

નવી દિલ્હી, ભારતીય સલામતી દળોએ તેમના કુશળ આયોજન અને વીરતાથી પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓને ટાર્ગેટ્‌સને ધ્વસ્ત કરી ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ ઘટનાને ચાર મહિના જેટલો સમય થઇ ગયો છે.

હવે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે સેના માટે ૧૫ વર્ષનો રોડમેપ તૈયાર કર્યાે છે. જેમાં અબજો ડોલર ઠાલવીને અદ્યતન શસ્ત્રો અને ટેન્કોલોજીથી સેનાને સજ્જ કરાશે.

એક રિપોર્ટ મુજબ, મોદી સરકારના આ રોડમેપ મુજબ, સેનાની તાકાત વધારવા માટે પરમાણુ ક્ષમતા ધરાવતા યુદ્ધ જહાજો, આગામી પેઢીના બેટલ ટેન્ક્સ, હાઇપરસોનિક મિસાઇલ્સ, સ્ટીલ્થ બોમ્બર ડ્રોન્સ, એઆઇ સંચાલિત શસ્ત્રો અને સ્પેસ આધારિત ટેન્કોલોજી ઉમેરવામાં આવશે.

એટલું જ નહીં, ભારતીય સેના સોવિયેત યુગના ્‌-૭૨ કાફલાને બદલે લગભગ ૧,૮૦૦ ભાવિ ટેન્ક, પર્વતોમાં યુદ્ધ માટે ૪૦૦ લાઇટ ટેન્ક, ૫૦,૦૦૦ ટેન્ક-માઉન્ટેડ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલો અને ૭૦૦થી વધુ રોબોટિક કાઉન્ટર-આઈઈડી સિસ્ટમ્સનો સમાવેશ કરશે. તેવી જ રીતે, નૌકાદળને એક નવું એરક્રાફ્ટ કેરિયર, ૧૦ આગામી પેઢીના ળિગેટ્‌સ, ૭ અદ્યતન કોર્વેટ્‌સ અને ૪ લેન્ડિંગ ડોક પ્લેટફોર્મ મળશે.રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુદ્ધ જહાજો માટે પરમાણુ પ્રોપલ્ઝનને મંજૂરી આપવામાં આવી છે, તેમજ ઇલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ્સને પણ આવરી લેવાશે.

એર ફોર્સમાં ૭૫ જેટલા હાઇ-આલ્ટિટ્યુડ સૂડો સેટેલાઇટ્‌સ, ૧૫૦ સ્ટીલ્થ બોમ્બર ડ્રોન્સ, સૈંકડો પ્રિસિઝન ગાઇડેડ મ્યુનિશન્સ અને ૧૦૦થી વધુ પાયલોટેડ એરક્રાફ્ટ પણ સામેલ કરાશે. આ રોડમેપને અત્યંત અને બહાદુરીભર્યું પગલું માનવામાં આવી રહ્યું છે.

જેનાથી ભારતની સલામતી અને લડાઇની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. હાલની અને ભવિષ્યની સ્થિતિને જોતાં એઆઇ, સ્પેસની લડાઇ અને અન્ય મહત્વના ક્ષેત્રોમાં આ જરૂરી દેખાઇ રહી છે.

હાલમાં જે રીતે રશિયા-યુક્રેન, ગાઝા-ઇઝરાયેલ અને અન્ય દેશોના ઘર્ષણ ચાલી રહ્યા છે તે જોતાં આ રોડમેપ ભારતીય સેનાની તાકાત વધારી દેશે. છેલ્લાં થોડાક વર્ષાેમાં ખાસકરીને ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સુરક્ષા તંત્રમાં યુદ્ધ રણનીતિના બદલાતા માળખા અને ૨૧મી સદીના જોખમો માટે ભારતે પોતાને કેવી રીતે તૈયાર કરવી જોઈએ તે અંગે ચર્ચાઓ વેગ પકડી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.