વિચારો મેળ ના ખાતા હોય એટલે નોકરી આપવાનો ઈનકાર ના કરી શકાયઃ હાઈકોર્ટ

કોલકાતા, કોઈ વ્યક્તિ સાથે વૈચારિક મતભેદ હોય તો તેને નોકરી આપવાનો ઇનકાર કરી શકાય નહીં તેમ કલકત્તા હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું. એક સ્વાયત્ત કોલેજના મેનેજમેન્ટને ઠપકો આપતાં કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વૈચારિક મતભેદ નોકરી આપવાનો ઇનકાર કરવાનું કારણ ના હોઈ શકે.
પોતાના ચુકાદામાં કોર્ટે સ્વામી વિવેકાનંદના પુસ્તક ‘રાજ યોગ’નો પણ ઉલ્લેખ કર્યાે હતો, જેમાં કહેવાયું છે કે “પાખંડી કરતાં તદ્દન નાસ્તિક હોવું વધુ સારું છે.”હાઈકોર્ટે આ કેસમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
જેમની નિમણૂકની ભલામણ પશ્ચિમ બંગાળ કોલેજ સેવા આયોગે કરી હતી, પરંતુ નરેન્દ્રપુરની રામકૃષ્ણ મિશન કોલેજે તેમને નોકરી આપવાનો એટલા માટે ઇનકાર કર્યાે હતો, કારણ કે પ્રોફેસરે કથિત રીતે ધર્મ અને સમાજ અંગે કેટલાંક એવા વિચારો વ્યક્ત કર્યા હતા, જે તેમની વિચારધારા સાથે મેળ ખાતા નહોતા.
હાઈકોર્ટે કહ્યું કે કોલેજ સોશિયલ મીડિયાની ટિપ્પણીઓના આધારે નોકરી આપવાનો ઇનકાર ના કરી શકે, કે એવી ધારણા ના બાંધી શકે કે જો તેને નોકરી આપવામાં આવે તો કોલેજનું વાતાવરણ ખરાબ થઈ જશે.
જસ્ટિસ ચેટર્જીએ પોતાના ચુકાદામાં સ્વામી વિવેકાનંદના પુસ્તકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘રાજ યોગ’ આપણને આપણાં મનને જાણવાની રીત શીખવે છે.
તે એવું નથી પૂછતું કે આપણો ધર્મ શું છે? આપણે આસ્તિક છીએ કે નાસ્તિક? ખ્રિસ્તી છીએ કે બૌદ્ધ? આયોગે કેસના અરજદાર તમલ દાસગુપ્તાની નિમણૂકની ભલામણ કરી ત્યારે રામકૃષ્ણ મિશન રેસિડેન્શિયલ કોલેજની સંચાલક મંડળી (ગવ‹નગ બોડી) એ તેમને નોકરી આપવાનો ઇનકાર કરતાં દાસગુપ્તાએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.SS1MS