Western Times News

Gujarati News

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો ૯૬ ટકા વરસાદ નોંધાયો

અમદાવાદ, ગુજરાતમાં અત્યારસુધીમાં ચોમાસાની સિઝનનો ૯૬ ટકા (૩૪ ઈંચ) વરસાદ નોંધાયો છે અને અનેક તાલુકાઓમાં તો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

ત્યારે હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ ત્યારબાદ પણ ચોમાસુ વિદાય લેવાની શક્યતા નહીવત્ છે. ૨૨મી સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રિ ટાણે પણ ચોમાસુ સક્રિય રહેવાની શક્યતા છે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થઈ શકે છે.

વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાએ મોડી વિદાય લીધી છે. હવામાન વિભાગ અનુસાર, ચોમાસુ પરત ખેંચાવાની તારીખ લંબાવીને રાજસ્થાનથી ૧૭મી અને કચ્છથી ૨૦મી સપ્ટેમ્બર છે અને દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિત કેટલાક વિસ્તારો બાદ કરતા બાકીના રાજ્યમાંથી ચોમાસુ પરત ખેંચાવાની તારીખ ૩૦મી સપ્ટેમ્બર છે.

નોંધનીય છે કે, આ પહેલા આ તારીખ એકાદ સપ્તાહ વહેલી હતી, પરંતુ વરસાદની પેટર્ન બદલાતા હવામાન વિભાગે તે લંબાવી હતી.વર્ષ ૨૦૨૪ કચ્છમાંથી ૨૩મી સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય શરૂ થઈ અને સમગ્ર ગુજરાતમાંથી પાંચમી ઓક્ટોબરે વિદાય લીધી હતી.

આમ, આ વખતે નવરાત્રિ ૨૨મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી છે, આ દરમિયાન વરસાદી હવામાન રહેવાની શક્યતા છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૦૧ ટકા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૭ ટકા અને કચ્છમાં ૮૮ ટકા વરસાદ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.