નેપોટીઝમના ફાયદા ખરા, પરંતુ સ્ટાર કિડ્ઝ માટે દરેક ભૂલ મોટી છેઃ અહાન

મુંબઈ, સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ ૨૦૨૧માં ફિલ્મ ‘તડપ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, તેની પાસે એક પછી એક રોમાન્ચક ફિલ્મ છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણે બોલિવૂડમાં ચાલી રહેલા નેપોટીઝમના વિવાદ વિશે ખુલાસો કર્યાે.
તેણે સ્વીકાર્યું કે સુનીલ શેટ્ટીનો પુત્ર હોવાને કારણે દરવાજા ખુલે છે અને તેને તકો મળે છે, ત્યારે તેણે કહ્યું કે આ જ કારણસર તેની પાસેથી અપેક્ષાઓ ઘણી વધારે છે.
તેણે સમજાવ્યું કે દરેક ભૂલને મોટી બનાવી દેવાય છે અને તેની દરેક નિષ્ફળતા વધારાનો ભાર ધરાવે છે.અહાન શેટ્ટીએ ઇન્ટરવ્યુમાં નેપો-કિડ હોવા સાથે મળતા વિશેષાધિકારો વિશે પોતાના વિચારો શેર કર્યા. તેણે કહ્યું, “હું ક્યારેય નકારીશ નહીં કે હું ક્યાંથી આવ્યો છું; મારા પિતાનો પુત્ર હોવાને કારણે મને પ્રવેશ અને તકો મળે છે.
પરંતુ તેનો અર્થ એ પણ છે કે અપેક્ષાઓ વધારે છે અને દરેક ઠોકર મોટી થાય છે. હું જાણું છું કે મારી દરેક સફળતા તેમણે બનાવેલા નામ પર અસર કરે છે, અને દરેક નિષ્ફળતા વધારાનો ભાર ધરાવે છે. હું બંનેનો ઉપયોગ વધુ મહેનત કરવા માટે ઉર્જા તરીકે કરવાનો પ્રયાસ કરું છું, મારી જાતને સાબિત કરવા માટે કે હું ફક્ત મારી અટકને કારણે અહીં નથી.”
તેણે ઉમેર્યું કે ક્યારેક અટક પણ ભારે લાગે છે, કારણ કે તેના પિતાનું નામ ખૂબ આદર ધરાવે છે. અહાને કહ્યું, “પરંતુ હું તેને બોજ તરીકે જોતો નથી. મેં તેની ચિંતા કરવાનું બંધ કરવાનો અને તેને માર્ગદર્શન તરીકે જોવાનું શરૂ કરવાનો રસ્તો શીખી લીધો છે.”
હાલ અહાન ‘બોર્ડર ૨’માં વ્યસ્ત છે, ત્યારે તેણે કહ્યું, “ભૂતકાળ એવી બાબત છે, જેમાંથી હું શીખી શકું છું, એવી બાબત નથી જે મને બોજ આપે છે.”તે આગામી ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રિલીઝ થનારી દેશભક્તિપૂર્ણ ફિલ્મ ‘બોર્ડર ૨’માં જોવા મળશે.
અનુરાગ સિંહ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંજ પણ છે. તે જેપી દત્તાની ૧૯૯૭ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ છે, જેમાં સની દેઓલ, સુનિલ શેટ્ટી અને અન્ય કલાકારો હતા. અહાનને નેટફ્લિક્સ સિરીઝ ‘ઘૌલ’ અને ‘બેતાલ’ના ડિરેક્ટર પેટ્રિક ગ્રેહામ દ્વારા લખાયેલી ભારતીય હોરર ફિલ્મમાં પણ કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે.SS1MS